કોરોના મહામારીઃ સાઉદી અરબમાં હજયાત્રા શરૂ,સન્નાટો છવાયો

રિયાધ-

તમામ ફિરકાના મુસ્લિમો જેને સૌથી વધુ પવિત્ર કાર્ય ગણે છે અને દરેક મુસ્લિમ માટે જીવનમાં એક વાર જે કરવાનું જરૂરી ગણાયું છે એ હજયાત્રાને કોરોનાએ મુશ્કેલ બનાવી હોવાના અહેવાલ મળ્યા હતા. દર વરસે શિયા, સુન્ની, અહમદિયા, બહાઇ, દેવબંદ ઇત્યાદિ ઇસ્લામના તમામ ફિરકાના મુસ્લિમો હજ કરે છે. એક અંદાજ મુજબ વરસે પચીસ લાખ મુસ્લિમો હજ કરતા હોય છે. પરંતુ આ વરસે હજયાત્રા કોરોના વાઇરસના પગલે મુશ્કેલ બની હતી.

આ સંદર્ભમાં લેટેસ્ટ માહિતી મુજબ સાઉદી અરેબિયાએ વિદેશી હજયાત્રીઓ પર પ્રતિબંધ લાદ્યો હતો. આમ તો ૧૪ દિવસ ક્વોરન્ટાઇનમાં રહીને બુધવારે નાના નાના જૂથમાં માસ્ક પહેરેલા યાત્રીઓએ સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવીને હજયાત્રાનો લાભ લીધો હતો. ૧૪૦૦ વર્ષ પહેલાં હજરત મુહમ્મદ પયગંબર (સ.અ.વ.) જે માર્ગે પસાર થયા હતા એ જ માર્ગે હજયાત્રા કરવાની પરંપરા છે. તમામ ફિરકાના મુસ્લિમો પરસ્પરના મતભેદો ભૂલીને મક્કા મદીનામાં સાથે રહે છે અને ઇબાદત કરે છે.

આ વખતે હજયાત્રીઓ માટે સાઉદી અરેબિયાએ કડક નિયમો અને પ્રતિબંધો લાદ્યા હતા. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગ ફરજિયાત હોવાની ઔપચારિક જાહેર કરવામાં આવી હતી. આ વર્ષે સૌથી વધુ કડક નિયમ તો એ બનાવવામાં આવ્યો હતો કે માત્ર વીસથી પચાસ વર્ષની વયના મુસ્લિમોને જ હજ કરવાની પરવાનગી મળશે. આ વયજૂથના લોકો પણ સંપૂર્ણપણે સ્વસ્થ હોવા અનિવાર્ય રહેશે. સાઉદી અરેબિયામાં વસતા માત્ર એક હજાર મુસ્લિમોની પસંદગી હજયાત્રા માટે કરવમાં આવી હતી. 

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution