ગાંધીનગર-

ગુજરાતમાં કોરોના વાયરસ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે અને એક-એક પછી લોકો વાયરસના ભરડામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાન પણ કોરોનાએ ઘુષણખોરી કરી છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને રસોઇયોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતુ થયુ છે. કોરોનાગ્રસ્ત રસોઈયાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.જ્યારે બીજી તરફ રસોઈયાના પુત્રનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. હાલ તેના રિપોર્ટની પણ રાહ જોવાઈ રહી છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, કોરોના સંક્રમિત આ રસોઈયો મુખ્યમંત્રી નિવાસ સ્થાને રહીને જ રસોઈ બનાવે છે. તકેદારીના પગલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને સેનેટાઈઝની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.