નાસીક-

મહારાષ્ટ્રના નાસિક શહેરમાં ચક્કર આવીને પડ્યા બાદ ૧૧ લોકોના મોત થયા હોવાના સમાચાર થોડાક દિવસ પહેલા આવ્યા હતા. આ રહસ્યમયી બીમારીના કારણે શહેરના તમામ ડૉક્ટરો ચિંતિત હતા. હવે શહેરમાં એક નવી બીમારીથી ૫ લોકોના મોત થયા છે. શહેરના અલગ વિસ્તારોમાં ૫ લોકોના છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ મોત થયા છે. કોરોના મહામારીની વચ્ચે નાસિકમાં આ બીમારીથી થનારા મોતની ચર્ચા છે.

૨૦ એપ્રિલના ચક્કર ખાઈને બેભાન થવાથી એક જ દિવસમાં ૧૧ લોકોના મોત થયા હતા. આ પહેલાના અઠવાડિયામાં પણ ૧૩ લોકોના આ પ્રકારે મોત થયા હતા. ૧૫ એપ્રિલના પણ ૯ લોકોના પણ આ અદ્રશ્ય બીમારીના કારણે મોત થયા હતા. બે અઠવાડિયામાં ૨૪ લોકોના જીવ ગયા હતા. ખાસ વાત એ હતી કે આ બીમારોન શિકાર યુવા પણ થઈ રહ્યા હતા. આ બીમારીના કારણે કોઈનું રસ્તામાં ચાલતા મોત થયું હતુ તો કોઈનું ઘર પર ચક્કર આવવાના કારણે મોત થયું હતુ.

નાસિકની આ રહસ્યમયી બીમારીનું મૂળ કારણ ડૉક્ટરોને પણ સમજમાં નથી આવી રહ્યું. શરૂઆતના લક્ષણોને જાેતા ડૉક્ટરોએ આને હીટ સ્ટ્રોકના કારણે મોત થયું હોવાનું ગણાવ્યું હતુ. જાે કે આ મોતોની પાછળ અસલી કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ડૉક્ટરોએ ત્યારે નાગરિકોને એ અપીલ કરી હતી કે તેઓ ચક્કર આવવાની ઘટનાને હળવાશમાં ના લે. સાથે જ ઘરેથી બહાર નીકળવાના સમયે સંપૂર્ણ ધ્યાન રાખે.