નર્મદા-
નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ અન્ય પ્રવાસન સ્થળો પર અન્ય જિલ્લામાંથી આવતાં લોકો તેમજ સતત યોજતાં સરકારી કાર્યક્રમોના કારણે કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં સતત ત્રીજા દિવસે 15 કેસ નોંધાયાં હતાં. જેમાં ભરૂચ અને અંક્લેશ્વરમાં 5-5 તેમજ ઝઘડિયામાં 3 અને વાલિયાના 2 કેસ મળી કુલ આંક 2967 પર પહોંચ્યો છે.
નર્મદા જિલ્લામાં આજે કોરોના ના 23 કેસ સામે આવ્યા છે. જેમાં કેવડિયા કોલોનીમાં 7, ગરુડેશ્વર માં 1, તિલકવાડા માં 3, નાંદોદના વડિયા ગામમાં 2, નવા ગામમાં 1 જયારે રાજપીપલા ટાઉન ના વિસ્તારમાં આવેલ દોલતબજાર 5, જલારામ સોસાયટી 1, પયાગા પોલીસ લાઈન 1, ગુજરાત હાઉસિંગ બોર્ડ 1, રાજપીપલા 1 આમ કુલ 23 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.અત્યાર સુધી 1386 જેટલા દર્દીઓ એ કોરોના ને હરાવી સજા થઇ ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધી સરકારી ચોપડે માત્ર 3 ના મોત જિલ્લામાં નોંધાયા છે. 7 જેટલા દર્દીઓ વડોદરા ખાતે હોસ્પિટલો માં સારવાર ઉપર હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું. હાલ માજ રાષ્ટ્રપતિ કેવડિયા ની મુલાકાતે આવનાર હોય તંત્ર કોરોના ને લઈ સાવચેત બન્યું છે અને સમગ્ર વિસ્તારમાં સેનેટાઇઝ સહિત ની બાબતો ઉપર ધ્યાન આપી રહ્યું છે. રાષ્ટ્રૂપતી ની કેવડિયા મુલાકાત અગાઉ ભરૂચ અને નર્મદા જિલ્લામાં દિવાળી બાદ કોરોનાના કેસોમાં વધારો થતા તંત્ર દોડતું થયું છે.
Loading ...