કોરોનાગ્રસ્ત બિગ બીએ ટ્વીટ કરી ગુજરાતીઓના વખાણ કર્યા
01, ઓગ્સ્ટ 2020 396   |  

અમિતાભ બચ્ચન ટુરિઝમ વિભાગના બ્રાન્ડ એમ્બેસેટર છે ત્યારે તેમણે ગુજરાતમાં ગીરનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેમણે આ વીડિયો પોતાના ઈનસ્ટા એકાઉન્ટ પર પોસ્ટ કરી ગુજરાતીઓના વખાણ કર્યા છે. હાલ અમિતાભ બચ્ચન છે કોરોનાની સારવાર હેઠળ છે. 

બોલિવુડના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચને ટ્વીટરમાં એક વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયો ત્યારનો છે. જ્યારે તેઓ ગુજરાત ટુરીઝમના શુટીંગ માટે આવ્યા હતા.બિગ બી એ શેર કરેલો વિડીયો એશિયાઈ સિંહો માટેના ગીર અભ્યારણનો વિડીયો છે જેમાં ત્રણ સિંહો પશુનું મારણ કરીને મિજબાની માણી રહ્યા હતા. તે સમયે ત્યાનો એક વ્યક્તિ આવીને સિંહોને ત્યાથી એવી રીતે કાઢે છે.

જાણે તેણે આ સિંહોને પાળ્યા હતા. જોકે સિંહો પણ તેની વાત માનીને ત્યાથી આગળ ચાલતી પકડી રહ્યા નજરે પડી રહ્યા છે. અને સોશિયલ મીડિયામાં હાલ આ વીડિયો ખુબ વાયરલ થયો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution