શ્રમ મંત્રાલયના ૧૧ અધિકારીઓને કોરોના
09, જુન 2020 297   |  

નવી દિલ્હી,તા.૮

ભારતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસ રેકોર્ડ સ્તરે વધી રહ્યો છે ત્યારે દિલ્હીમાં મંત્રાલયોમાં પણ કાળમુખો વાયરસ પોતાનો પગપેસારો કરી રહ્યો છે. પહેલા સ્વાસ્થ્ય મંત્રાલય પછી રક્ષા મંત્રાલય અને હવે શ્રમ મંત્રાલયમાં પણ કોરોના વાયરસનો હાહાકાર જોવા અમલી રહ્યો છે. શ્રમ મંત્રાલયમાં એકસાથે ૧૧ અધિકારીઓ કોરોના પોઝિટિવ થતા ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશમાં સતત કોરોના સંકટ વધતો જઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી દરરોજ દસ હજારની આસપાસ કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે. સોમવારે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયનાં કાર્યાલયમાં એકસાથે ૧૧ અધિકારીઓ કોરોનાના ઝપેટમાં આવ્યા. દેશમાં જે રીતે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તેમાં દિલ્હીના વિવિધ મંત્રાલયો પણ બાકાત નથી. અત્યાર સુધી કેટલાય મંત્રાલયોના અધિકારીઓ મહામારીની ઝપેટમાં આવી ગયા છે. પહેલા સ્વાસ્થ્ય મંત્રાલય પછી રક્ષા મંત્રાલય અને હવે શ્રમ મંત્રાલયમાં પણ કોરોના વાયરસનો હાહાકાર જોવા મળ્યો છે. આટલું જ નહીં દિલ્હી મેટ્રો અને દિલ્હીના ઉપરાજ્યપાલ ઓફિસના પણ કેટલાય અધિકારીઓ કોરોના પોઝિટિવ નીકળ્યા હતા.   

શ્રમ મંત્રાલયમાં એક સાથે ૧૧ કોરોના પોઝિટિવ કેસ સામે આવતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સિવાય ચૂંટણી પંચમાં પણ એક અધિકારીને કોરોના હોવાનું સામે આવ્યું છે. અહિયાં ઈફસ્ ડિવિઝનમાં કામ કરી રહેલા એક અધિકારીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. અધિકારી દ્વારા સંક્રમણના ભયને જોતા સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પણ કેટલાક દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે. જેમાં સરકારી ઓફિસોમાં આવતા અધિકારીઓએ મસક પહેરવું, એકબીજાથી અંતર જાળવવું, મિટિંગમાં પણ દૂર દૂર બેસવું જેવા નિયમોનું પાલન જરૂરી છે. દેશમાં કોરોના વાયરસનાં આંકડાઓ પર નજર કરીએ તો કોરોના વાયરસ રેકોર્ડબ્રેક સ્તરે પોતાનું વિષ ફેલાવી રહ્યો છે. હાલ દેશમાં અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution