ન્યૂયોર્ક-

અમેરિકામાં બાળકોમાં કોવિડ-૧૯ના કેસ વધતા સરકારની ચિંતા વધારી દીધી છે. અમેરિકામાં દરરોજ આવતા નવા કેસ મામલે આશરે ૧૫ ટકા કેસ બાળકોની અંદર જાેવા મળી રહ્યા છે, જેનો ખુલાસો અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સના રિસર્ચમાં થયો છે. જાેકે, આ દરમિયાન કોવિડ-૧૯ને કારણે બાલકોના મોતના કેસ ઘણા ઓછા સામે આવ્યા છે. આંકડા અનુસાર આશરે બે ટકાથી પણ ઓછા બાળક કોવિડ-૧૯ને કારણે હોસ્પિટલમાં દાખલ થયા છે. અહી ગત એક અઠવાડિયામાં ૯૪ હજાર બાળકની સારવાર કરવામાં આવી છે. આ આંકડો ચોકાવનારો છે.

એએપીના આંકડા અનુસાર દેશમાં કોરોનાને કારણે ૦.૦૩ ટકા જ રહ્યુ છે. મહામારીની શરૂઆતથી પાંચ ઓગસ્ટ ૨૦૨૧ સુધી દેશમાં આશરે ૪૩ લાખ બાળક કોવિડ-૧૯ પોઝિટિવ આવ્યા હતા. આપના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જુલાઇ પછી બાળકોમાં ઝડપથી કેસ વધ્યા છે. વર્તમાન સમયમાં ૧૨ વર્ષના આશરે ૬૦ ટકા બાળકોને પુરી રીતે વેક્સીનેટ કરી દેવામાં આવ્યા છે જ્યારે ૭૦ ટકા બાળકોને ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે.

જાેકે, દેશમાં ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોરોનાની વેક્સીન આપવામાં આવતી નથી. મહત્વપૂર્ણ છે કે અમેરિકામાં ફાઇઝર કંપનીની કોરોના વેક્સીનને ૧૨ વર્ષ અને તેનાથી વધારે ઉંમર ધરાવતા લોકો પર ઉપયોગની મંજૂરી આપવામાં આવી ચુકી છે. મોર્ડના અને જેનસેન વેક્સીનને ૧૮ વર્ષ અને તેનાથી વધુની ઉંમરના લોકો માટે મંજૂરી આપવામાં આવી ચુકી છે. માનવામાં આવી રહ્યુ છે કે અમેરિકામાં ૧૨ વર્ષથી નાની ઉંમરના બાળકો પર ઉપયોગ માટે ફાઇઝરની કોરોના વેક્સીનને આ વર્ષે ઓક્ટોબર સુધી મંજૂરી મળી શકે છે.