વડોદરા-

વડોદરા ખાનગી હોસ્પિટલમાં કૉવીડ ની સારવાર થી કોઈ ફરક ન જણાતા સુરેશભાઈ ને સ્વજનોએ ગોત્રી હોસ્પિટલમાં દાખલ કર્યા હવે તેમને પહેલાં કરતાં ઘણું સારું લાગે છે. કોરોના પીડિત સુરેશભાઈ શાહ હાલમાં ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. અગાઉ તેમને અન્ય હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં.કોઈ ફરક ન જણાતા એમના જમાઈ એ એમને અહી દાખલ કર્યા. અહીંની સારવાર પછી તેમને પહેલાં કરતાં ઘણું સારું લાગે છે. તેઓ હાલમાં આઇસીયુ 4 માં દાખલ છે અને તેમને ઓકસીજન આપીને સારવાર કરવામાં આવી રહી છે. તેઓ ખૂબ સૂચક શબ્દોમાં કહે છે કે, આ હોસ્પિટલ નથી ભગવાનનું મંદિર છે. આ ડોકટર નથી હાજર ભગવાન છે.

 સુરેશભાઈ અનાજ કરિયાણા વેપારી મંડળના પ્રમુખ છે.નાગરિક સહકારી બેંકના ડિરેક્ટર છે.તેઓ આટલી સારી વ્યવસ્થાઓ માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નોડલ અધિકારી ડો.શીતલ મિસ્ત્રીને હૃદય થી ધન્યવાદ આપે છે.અહીંના સેવાભાવી સ્ટાફનું ભગવાન ખૂબ ભલું કરે એવા દિલ થી આશિષ આપી રહ્યાં છે.  સુરેશભાઈ કહે છે કે હું ફક્ત જમવાના સમય સિવાય સતત ઓકસીજન લઉ છું.અહી દરેક દર્દીની ખૂબ સારી સંભાળ લેવામાં આવી રહી છે.ડોકટર સ્ટાફ બધાં ખૂબ ધ્યાન આપે છે.દવા,ગોળી બધું સમયસર આપવામાં આવે છે. બે ટાઈમ ભોજન,બે ટાઈમ નાસ્તો ખૂબ સારો મળે છે.હું સહુનો હૃદયપૂર્વક આભાર માનું છું. હજું થોડી તકલીફ છે મને એવા શબ્દો સાથે,પણ એ તકલીફ મટી જશે એવો વિશ્વાસ તેઓ વ્યક્ત કરે છે. સરકારી દવાખાનાઓમાં તબીબો અને સ્ટાફ છેલ્લા છ મહિના થી અવિરત કોરોના પીડિતોની સેવા સારવાર કરી રહ્યાં છે.સુરેશભાઈ જેવા દર્દીઓની સુખદ અનુભૂતિ અને કદર કરતા લાગણી ભર્યાં શબ્દો એમને પ્રોત્સાહિત કરે છે.