૫ાલિકાનો ભ્રષ્ટાચારી અધિકારી મહેશ પરનામીને જેલભેગો કરાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, ડિસેમ્બર 2020  |   2475

વડોદરા : પોતાના હોદ્દાનો દુરપયોગ કરીને દેખીતી આવક કરતા ૬૯ લાખથી વધુની મિલકતો વસાવીને ભ્રષ્ટાચાર આચરવાના ગુનામાં ધરપકડ કરાયેલા કોર્પોરેશનના કુખ્તાત અધિકારી મહેશ પરનામીને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરાયો હતો જયા તેના રિમાન્ડની માંગણી નામંજુર થતા તેને જ્યુડીશિયલ કસ્ટડી હેઠળ સેન્ટ્રલ જેલ ભેગો કરાયો હતો. 

કોર્પો.વોર્ડ ૧૨ના ઓફિસર મહેશ મણીલાલ પરનામી (સુરભીપાર્ક, સમતા)એ પોતાના હોદ્‌ાનો દુરપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરી લાખો રૂપિયાની અપ્રમાણસર મિલકતો વસાવી હોવીની વડોદરા એસીબીની ફરિયાદ મળી હતી. આ ફરિયાદની એસીબી દ્વારા તપાસ શરૂ કરી મહેશ પરનામી અને તેમના કુટુંબીજનોના આવકના સ્ત્રોતો તેમજ બેંક ખાતા અને અન્ય મિલકત દસ્તાવેજી પુરાવા મેળવી તેની નિષ્ણાતો દ્વારા ચકાસણી હાથ ધરાઈ હતી. ચકાસણી દરમિયાન મહેશે ગત ૨૦૦૯થી ૨૦૧૯ના સમયગાળામાં ભ્રષ્ટાચાર આચરીને પોતાની દેખીતા આવકના સાધનોની સરખામણીમાં ૬૯.૯૧ લાખની વધુની અપ્રમાણસર મિલકતો વસાવી હોવાના પુરાવા મળતા એસીબી દ્વારા તેની ધરપકડ કરાઈ હતી.

આજે એસીબીની પીઆઈ લાકોડે અત્રેની કોર્ટમાં મહેશને રજુ કરી તેના પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે આ રિમાન્ડ માગણીની અરજી નામંજુર કરતા મહેશને જ્યુડીશિયલ કસ્ટડી હેઠળ સેન્ટ્રલ જેલભેગો કરાયો હતો. ઉલ્લેખનીય છે કે ૫૧ વર્ષીય મહેશ પરણામી વોર્ડ ઓફિસર અગાઉ જમીન સંપાદન અધિકારી-વર્ગ ૨ તરીકે ફરજ બજાવતા હતા અને તેની નિવૃત્તીને ૭ વર્ષ બાકી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution