બ્રાઝિલ-

બ્રાઝિલની રિયો ડી જાનેરો કાઉન્સિલની બેઠકમાં, જ્યારે એક દંપતી ઝૂમ એપ પર લાઇવ વીડિયો દરમિયાન સેક્સ કરવા માંડ્યા ત્યારે શરમજનક પરિસ્થિતિ સર્જાઇ હતી. આ દંપતીએ તેમના લેપટોપનો કેમેરો બંધ કર્યો ન હતો, જેનાથી આખી ઘટના લાઇવ બની હતી. આ સમાજવાદ અને લિબર્ટી પાર્ટીના સભ્ય લિયોનેલ બ્રિજોલાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.

આ શરમજનક ઘટના લાઇવ થયા પછી પણ બ્રિઝોલાએ તેમની બેઠક ચાલુ રાખી. રિયો સિટી કાઉન્સિલની બેઠકમાં, કોરોના સંકટને ધ્યાનમાં રાખીને, વિદ્યાર્થીઓને ખોરાકની બાંયધરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવતા વીડિયો ફૂટેજ બતાવે છે કે ઝૂમ પરની મીટિંગ દરમિયાન, તેમાં ભાગ લેનાર વ્યક્તિ મીટિંગ છોડી દે છે અને સેક્સ શરૂ કરે છે.

મીટીગં સવારે 10 વાગ્યે શરૂ થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક તેની યોજના મુજબ ચાલી રહી હતી, તે દરમિયાન, તેમાં સામેલ એક વ્યક્તિએ ચર્ચા કરવાનું બંધ કર્યું અને સેક્સ કરવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન તેનો કેમેરો ચાલુ હતો. સ્થાનિક અખબારો અનુસાર આ વ્યક્તિ કાઉન્સિલર નહોતો. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક લગભગ 4 કલાક સુધી ચાલી હતી. આ સમય દરમ્યાન અન્ય કાઉન્સિલરોએ આખી ઘટના જોઇ હતી પરંતુ તેઓએ તેની અવગણના કરી હતી.

બ્રિજોલાએ આ ઘટના પર દિલગીરી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આ ઘટના જોતાની સાથે જ તેણે તરત જ વીડિયો અને ઓડિઓ બંધ કરવાનો આદેશ આપ્યો. આ ઘટનામાં સામેલ વ્યક્તિ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી કે કેમ તે હજી સ્પષ્ટ થયું નથી. આ સમગ્ર ઘટના હવે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.