ભરૂચ પાલિકા પ્રમુખના જાતિ સર્ટિ ફિકેટ વિવાદ મુદ્દે કોર્ટનો પોલીસને ગુનો દાખલ કરવા આદેશ

ભરૂચ, ભરૂચ નગરપાલિકાના પ્રમુખપદની બેઠક અનુ.જાતિ માટે અનામત હોવા છતાં હિંદુ દરજી જ્ઞાતિ તેમજ માહ્યાવંશી છે કે નહીં તે અંગેનું અમીત ચાવડાએ ખોટું જાતિનું પ્રમાણપત્ર રજૂ કરી પ્રમુખ બનવાનો ફરિયાદીના દાવા સામે સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટે આ પ્રકરણમાં ખોટા દસ્તાવેજ ઉભા કરનાર સામે ફોજદારી ગુનો દાખલ કરવાનું ફરમાન કર્યુ છે. જે અંગેની સંપૂર્ણ માહિતી ધારાશાસ્ત્રી અશ્વિન ખંભાતાએ પત્રકાર પરિષદ થકી પૂરી પાડી હતી. ભરૂચ પાલિકાની ચૂંટણી તાજેતમાં યોજાઈ હતી. જેમાં પ્રમુખપદની બેઠક અનુ. જાતિની હોય અને આ જાતિના ચૂંટાયેલા ઉમેદવારો જ પ્રમુખપદ માટે દાવેદારી કરી શકતા હોય છે, પરંતુ પાલિકાના પ્રમુખપદે હિંદુ-દરજી જ્ઞાતિના અમિત શીવલાલ ચાવડાએ જાતિ અંગેના ખોટા પ્રમાણપત્ર રજૂ કરી પ્રમુખ બન્યા હોવાના આક્ષેપમાં ફરિયાદી દિનેશ ખુમાણે પોલીસ મથકે ફરિયાદ આપી હતી. પોલીસે રાજકીય કાવાદાવા વચ્ચે પુરાવા હોવા છતાં ગુનો દાખલ કરતી ન હોવાથી ફરિયાદીએ તેઓના ધારાશાસ્ત્રી અશ્વિન ખંભાતા દ્વારા ભરૂચની કોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ ન કરતી હોવાથી સી.આર.પી.સી. એક્ટની કલમ ૧૫૬(૩) મુજબની ફરિયાદ કરી હતી. જે કોર્ટમાં ચાલી જતા ફરિયાદમાં “સી” ડિવિઝન પોલિસ દ્વારા ફરિયાદીની ફરિયાદનો અસ્વીકાર કરવાના મુદ્દે પી.આઈ.ને પણ કોર્ટમાં સાંભળવામાં આવ્યા બાદ કોર્ટે પી.આઈ.ની ઝાટકણી કાઢી હતી. જે બાદ આ કેસમાં ફરિયાદીની ફરિયાદ સાચી હોવાનું ઠેરવી ભરૂચ કોર્ટે દ્વારા ગુનો દાખલ કરવા “એ” ડીવીઝન પોલીસ મથકને હુકમ કર્યો છે.

કલમ ૧૬૬ (એ) મુજબ ફરિયાદ દાખલ કરીશુંઃ અશ્વિન ખંભાતા

જ્યારે કોઈપણ ફરિયાદી પોલીસ મથકે ફરિયાદ આપે તો તેની સૌપ્રથમ એફઆઈઆરદાખલ કરી તપાસ કરવાની હોય છે પરંતુ પોલીસ મથકો પરથી ફરિયાદીને ખોખો રમાડવામાં આવી હતી. જેના કારણે પોલીસ સામે ફરજમાં બેદરકારી બદલ ૧૬૬ (એ) મુજબ કોર્ટમાં ફરિયાદ દાખલ કરીશું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution