આજથી ક્રિકેટ મહાકુંભ: ૬૫ દિવસમાં દેશના૧૩ સ્ટેડિયમ પર ૭૪ મેચ રમાશે
21, માર્ચ 2025


કોલકાતા, ક્રિકેટના મહાકુંભ જેવી ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૫ની ઓપનિંગ સેરેમની ૨૨ માર્ચે યોજાશે. આ વખતે તેની ઓપનિંગ સેરેમની શનિવારે સાંજે ૬થી કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે યોજાશે. ઓપનિંગ સેરેમની બોલિવૂડના સુપરસ્ટાર્સ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની હસ્તીઓ સાથે શરૂ થશે. શ્રેયા ઘોષાલ, શ્રદ્ધા કપૂર, દિશા પટણી, કરણ ઔજલા, અરિજિત સિંહ અને વરુણ ધવન ઓપનિંગ સેરિમનીમાં પર્ફોર્મ કરી શકે છેે. પોપ બેન્ડ વન રિપબ્લિકે તાજેતરમાં કરણ ઔજલા અને દિશા પટણી સાથે મળીને ‘ટેલ મી’ સોન્ગ બનાવ્યું છે.

આજે પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. શાહરુખ ખાન તેની ટીમને સપોર્ટ કરવા અને સલમાન પણ તેની ફિલ્મ ‘સિકંદર’ના પ્રમોશન માટે સ્ટેડિયમમાં આવી શકે છે. ઓપનિંગ સેરેમની લગભગ ૨૫થી ૩૫ મિનિટ ચાલશે. આઇપીએલ ૨૦૨૫ની પહેલી મેચ પહેલાં ઓપનિંગ સરેમનીનું આયોજન થશે.ઓપનિંગ મેચ ૨૨ માર્ચે કોલકાતામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) વચ્ચે રમાશે. આ વખતે ૬૫ દિવસમાં ૭૪ મેચ રમાશે. ૧૮ મે સુધી ૭૦ લીગ સ્ટેજ મેચ રમાશે, જેમાં ૧૨ ડબલ હેડરનો સમાવેશ થશે. એટલે કે ૧ દિવસમાં ૨ મેચ ૧૨ વખત રમાશે. ફાઈનલ ૨૫ મેના રોજ કોલકાતામાં યોજાશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution