વડોદરા-

ક્રિકેટર ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ સામજિક કર્યો કે જરૂરિયાતમંદો ની મદદ માટે હંમેશા આગળ આવી પોતાની સેવા આપતા રહે છે. ત્યારે પોતાના ગ્રાઉન્ડમેન ના ગામ એવા પંચમહાલ ના બાકરોલ ગામ ખાતે મેહમૂદખાન પઠાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 25 જેટલા ગામ ના પરિવારો કે જેમને ત્યાં વીજળી ન હતી તયાં તેમને સુવિધા માટે સોલાર લાઈટો નું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ ના ઓળખીતા ગ્રાઉન્ડ મેન દ્વારા પોતાના પંચમહાલના બાકરોલ ગામ ખાતે 25 જેટલા પરિવારો હતા જેઓ ઝૂંપડામાં રહે છે અને તેમના ઘરે વીજળી પણ ન હોવાથી તેમને ઘણી મુશ્કેલીઓ પડતી હોવાની રજુઆત કરી હતી. જે સાંભળતાજ ઇરફાન તથા યુસુફ દ્વારા આ ગામજનો ને પોતાના ટ્રસ્ટ વતી મદદ કરવાનું નક્કી કરી લીધું અને બંને ભાઈઓ બાકરોલ ગામ ખાતે પહોંચી ગયા તેમજ બંને ભાઈઓ દ્વારા ગામ ના 25 જેટલા પરિવારો કે જેમના ઘરે વીજળી ન હતી તયાં તમામ ને સોલાર લાઈટો નું વિતરણ કરવામાં આવ્યું હતું. સોલાર લાઈટ સૂર્યપ્રકાશ ના તડકા માં ચાર્જ થાય છે અને 12 થી 13 કલાક અજવાળું આપે છે. તમામ ગ્રામ જનો એ પણ પથનબંધુઓ ના આ કામ ની પ્રશંસા કરી આભાર માન્યો હતો.