લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, એપ્રીલ 2026 |
2376
મિડલ ઇસ્ટમાં વધતા તણાવ અને સપ્લાય ચેઇનની મુશ્કેલીઓ વચ્ચે કેન્દ્ર સરકારે ૫ કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના વેચાણના નિયમોને સરળ બનાવ્યા છે. હવે કોઈપણ વ્યક્તિ કોઈપણ એડ્રેસ પ્રૂફ વિના નાનો ગેસ સિલિન્ડર ખરીદી શકશે. પેટ્રોલિયમ મંત્રાલય અનુસાર, આ પગલું પ્રવાસી મજૂરો અને એવા લોકો માટે લેવામાં આવ્યું છે, જેમની પાસે શહેરમાં કોઈ કાયમી સરનામું નથી. હવે ગ્રાહકોએ ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર પાસે જઈને ફક્ત પોતાની કોઈપણ એક ફોટો-આઈડી બતાવવી પડશે અને તેઓ તરત જ સિલિન્ડર લઈ શકશે.
મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ૫ કિલોગ્રામના ફ્રી ટ્રેડ એલપીજી (એફટીએલ) સિલિન્ડર માટે હવે ઘણા બધા ડોક્યુમેન્ટ્સની જરૂર નથી. ગ્રાહકો આધાર કાર્ડ, પાન કાર્ડ અને વોટર આઈડી જેવા ડોક્યુમેન્ટ્સ બતાવીને સિલિન્ડર લઈ શકે છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે એનર્જી લોજિસ્ટિક્સ પર અસર પડી છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે નાના સિલિન્ડરોની ઉપલબ્ધતા વધારવાનો પણ ર્નિણય કર્યો છે.