બોલિવૂડની એકટ્રેસ આલિયા ભટ્ટ ટૂંક સમયમાં જ ત્રણ ફિલ્મોમાં જોવા મળવાની છે. બ્રહ્માસ્ત્ર, ગંગુબાઈ કાઠીયાવાડી અને કરણ જોહરની તખ્ત. બ્રહ્માસ્ત્રમાં આલિયાની સાથે રણબીર કપૂર કામ કરવાનો છે તો તખ્તમાં રણવીર સિંહ અને વીક્કી કૌશલ જોવા મળશે. હજી સુધી ગંગુબાઈ કાઠીયાવાડી માટે કોઈ જાણીતા એક્ટરનું નામ સામે આવ્યું ન હતું. પરંતુ હવે આ ફિલ્મમાં લીડ રોલ માટે એક નામ સામે આવ્યું છે.

એક અહેવાલ મુજબ ફેમસ ડાન્સર અને ટીવી એક્ટર શાંતનુ મહેશ્વરી આ ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે કામ કરશે. જોકે આ વાતને સત્તાવાર સમર્થન મળ્યું નથી પરંતુ તેના ડાયરેક્ટરે આ લીડ રોલ માટે શાંતનુને કોલ કર્યો હતો અને તેને સ્ક્રીપ્ટ પણ પસંદ પડી ગઈ છે.એવા પણ અહેવાલ છે કે ગંગુબાઈ કાઠીયાવાડીમાં કેટરીના કૈફ એક સ્પેશિયલ સોંગ કરી શકે છે. આલિયા ભટ્ટ સાથે આ ફિલ્મમાં શાંતનુનું નામ અગાઉ પણ ચમકી ગયું હતું પરંતુ તે વખતે કોઈ સમર્થન મળતું ન હતું જ્યારે હવે એમ કહેવાય છે કે શાંતનુનું નામ લગભગ નક્કી છે.