07, એપ્રીલ 2021
594 |
દિલ્હી-
કોરોના વાયરસના નવા વેરિયન્ટના કારણે બીજી લહેર વધારે ખતરનાક બની છે.ભારતમાં અને દુનિયામાં કોરોનાએ ફરી એક વખત હાહાકાર મચાવ્યો છે.
મળતી જાણકારી પ્રમાણે સમગ્ર વિશ્વમાં એક વર્ષ દરમિયાન કોરોનાથી મરનારા લોકોની સંખ્યા ૩૦ લાખ થઈ છે. જેમાં પણ કોરોનાના નવા વેરિયન્ટના કારણે ત્રણ જ મહિનામાં ૧૦ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસના કારણે બ્રાઝિલની સ્થિતિ ગંભીર હોવાનુ સ્વીકાર્યુ છે અને કહ્યુ છે કે, દુનિયામાં સૌથી વધારે લોકો અહીંયા મોતને ભેટી રહ્યા છે.
બીજી તરફ ભારતમાં પણ હવે રોજ કોરોનાના એક લાખ કરતા વધારે દર્દીઓ સામે આવી રહ્યા છે. જે અમેરિકા બાદ સૌથી વધારે છે. યુરોપના ૫૧ દેશોમાં લગભગ ૧૧ લાખ લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે અમેરિકામાં ૫.૫૫ લાખ લોકો અત્યાર સુધી કોરોનાથી મોતને ભેટી ચુક્યા છે. બીજી તરફ એક અંદાજ પ્રમાણે દુનિયામાં ૩૭ કરોડ લોકોને અત્યાર સુધીમાં કોરોના વેક્સીન આપવામાં આવ છે. આમ છતા કોરોનાના સંક્રમણની રફતાર યથાવત છે. ખાસ કરીને જયાં રસી ઉપલબ્ધ થઈ નથી અથવા ઓછી માત્રામાં રસી ઉપલબ્ધ છે તેવા ગરીબ દેશો પર કોરાનાનુ જાેખમ વધી શકે છે.