દિલ્હીની પ્રખ્યાત રેસ્ટોરન્ટના ભોજનમાંથી નીકળી મૃત ગરોળી, પોલીસ ફરિયાદ

દિલ્હી-

દિલ્હીના ફતેપુરી વિસ્તારના રહેવાસી પંકજ અગ્રવાલ પોતાના ફ્રેન્ડ સાથે કનૉટ પ્લેસના સાઉથ ઈન્ડિયન રેસ્ટોરન્ટમાં ગયો હતો. પંકજે ઢોસાનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ ધમાલ ત્યારે મચી જ્યારે સાંભારમાં ગરોળી નીકળી હતી. પંકજે આ સમગ્ર ઘટના મામલે પોલીસ સ્ટોશનમાં ફરિયાદ નોંધી છે.

પોલીસે IPCની કલમ 269, 336 હેઠળ ફરિયાદ નોંધાવી છે. પંકજે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.પંકજનું કહેવું છે કે, હોટલ ચાલુ છે. આટલી બધી બેજવાબદારીભર્યું જમવાનું બનાવવાર હોટલ હજુ સુધી બંધ કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે, આમ, તો રેસ્ટોરન્ટ સર્વાના ભવનનો નાતો વિવાદ સાથે રહેલો છે. આ રેસ્ટોરન્ટના સંસ્થાપકને ગત વર્ષ આજીવન કેદની સજા થઈ હતી. દિલ્હીની એક રેસ્ટોરન્ટમાં સંભારમાં ગરોળી નીકળતા ફરિયાદ નોંધાઈ છે. આ રેસ્ટોરન્ટમાં જમવા આવેલા એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution