ભરૂચ, તા.૩

 ઔદ્યોગિક નગરી અંકલેશ્વરથી એક પરપ્રાંતીય મુક બધીર યુવક પોતાની માતાના મૃતદેહને લઈ ગોલ્ડન બ્રિજ સ્મશાને પહોંચ્યો હતો. પોતાની મૃત માતાના મૃતદેહને લાકડાની એક હાથ લારીમાં રાખી મુકબધીર યુવક મુખ્યમાર્ગ

પરથી પસાર થયો હતો. જાેકે એકલા હાથે મૃતદેહ સાથે લારીને ખેંચી રહેલ યુવકને જાેઈ રાહદારીઓને પણ શંકા ઉપજી ન હતી. સાત કિલોમીટર દૂર સુધી

 માતાના મૃતદેહને લારીમાં લઈ આવેલ યુવાન પર બોરભાઠા ગામના યુવકોની નજર

પડી અને કુતુહલવશ તેઓને મુકબધીર યુવકને પૂછપરછ કરવાની

કોશિશ કરી હતી. જેમાંના એક યુવકને શંકા જતા લારીમાં તે જાેવા જતા જ એક મૃત મહિલાનો મૃતદેહ નજરે

પડ્યો હતો. મુકબધીર યુવાન સાથે ઈશારાથી વાતો કર્યા બાદ તે યુવક પોતાની માતાના મૃતદેહને સ્મશાને અગ્નિસંસ્કાર કરવા માટે લાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. કોવિડ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીને આ વાતની જાણ થતાં તેઓ

મૃતદેહ સાથે આવેલ યુવક પાસે

પહોંચ્યા હતા. સ્થાનિક યુવકો અને સ્મશાન સંચાલક તે મૃતદેહની લારીને હાથે ખેંચી ગોલ્ડન બ્રિજ નીચે બનેલ સ્મશાને પહોંચ્યા હતા. જયાં માતાના મુકબધીર પુત્રના હસ્તે અગ્નિસંસ્કાર કરાવ્યા હતા. યુવક મુકબધીર અને અભણ હોય તે યુવક પોતાની અને

પોતાની માતાના નામ પણ જણાવી શક્યો ન હતો.