ઉમેદવારોની યાદી જાહેર કરવામાં વિલંબ ભાજપની રણનીતિનો એક ભાગ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, એપ્રીલ 2026  |   સુરત   |   2673

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપાના ઉમેદવારોની ભાજપા મોવડીમંડળ દ્વારા ગુરુવારે રાત્રે જાહેર કરવામાં આવશે તેવી વાઇરલ થયેલી વાતોની બીજી તરફ એવી એક સંગીન માહિતી મળી છે કે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં અતિશય વિલંબ કરવો એ ભાજપાની રણનીતિનો એક ભાગ પણ હોઇ શકે. જે ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા છે તેમને વ્યક્તિગત રીતે ટેલિફોનિક જાણ કરી દઇને ઉમેદવારી માટે ખાનગી રાહે તૈયારી કરી દેવા માટે જણાવી દેવામાં આવ્યું હોઇ શકે અને બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કે જે ભાજપાના ઉમેદવારોની યાદી જાહેર થાય તેની રાહ જાેઇને બેઠા છે, સ્વાભાવિક છે કે ભાજપાની યાદી જાહેર થાય તો અનેક અસંતુષ્ઠો બળવાખોરી કરી શકે અને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી તેને ઉમેદવાર બનાવીને ભાજપા માટે કઠિન પરિસ્થિતિ પેદા કરી શકે. આવી શક્યતાઓ નિવારવા માટે ભાજપાની યાદી જાહેર કરવામાં વિલંબ કરાયો પણ વ્યક્તિગત રીતે ઉમેદવારોને જાણ કરી દેવામાં આવી હોઇ શકે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution