દિલ્હી: 21 જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ કરવા મંજુરી, 1 દિવસમાં 500 પ્રવાસીઓ જ દર્શન કરી શકશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, જુલાઈ 2020  |   1485

દિલ્હી,

કોરોના મહામારીને કારણએ આમ તો તમામ ધાર્મિક આયોજનો પર પ્રતિબધં લગાવવામાં આવ્યો છે, પરંતુ કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠક પછી આખરે અમરનાથ યાત્રા ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરીને અમરનાથ યાત્રા કરવાની શ્રદ્ધાળુઓને પરવાનગી આપી છે. આગામી તા.૨૧મી જુલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારભં થશે. 

કેન્દ્રીય મંત્રીઓ જી કિશન રેડ્ડી અને જિતેન્દ્ર સિંહની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અમરનાથ યાત્રાને લીલી ઝંડી આપવામાં આવી હતી. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળવાની સાથે સાથે એક દિવસમાં વધુમાં વધુ ૫૦૦ પ્રવાસીઓ જ દર્શન કરી શકશે. બાબા અમરનાથ ઉપરાંત વૈષ્ણોદેવીના દર્શન પણ યાત્રાળુઓ કરી શકશે. જોકે યાત્રાળુઓની સંખ્યાને લઈને અંતિમ નિર્ણય આવતા સાહે થશે. આગામી ૨૧મી જુલાઈથી અમરનાથ યાત્રાના પહેલા સંઘને રવાના કરવાની પરવાનગી અપાશે.

અમરનાથ અને વૈષ્ણોદેવી એમ બંને ધાર્મિક સ્થળો જમ્મુ-કાશ્મીરમાં આવેલા છે અને જમ્મુ-કાશ્મીરમાં ૯૦૦૦ કરતા વધુ કોરોનાના કેસ અને ૧૪૫ મૃત્યુ નોંધાઈ ચૂકયા છે. પહેલગામ રસ્તો બરફવર્ષને કારણે બધં છે માટે બાલટાલના રસ્તે જ યાત્રાળુઓને જવા દેવાશે. સુરક્ષાદળોએ બાલટાલમાં છેલ્લાં થોડા દિવસથી જ સુરક્ષાની તૈયારી આદરી હતી. નોંધનીય છે કે, ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી હોવાથી અમરનાથ યાત્રાને અટકાવી દેવી પડી હતી

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution