દિલ્હી-

ખાતે તપાસ એજન્સીઓએ એક મોટા આતંકી મોડ્યૂલનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાનના દોરી સંચાર દ્વારા આ આંતકીઓ કામ કરી હતા. આ મામસે તપાસ એજન્સીઓએ 2 પાકિસ્તાની નાગરિક સહિત 6 લોકોની ધરપકડ કરી છે. મળતી જાણકારી પ્રમાણે, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા આ ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. જેમાં આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કેટલાક લોકોને દબોચી લીધા હતા. ઝડપાયેલા પાકિસ્તાની ભારતમાં આ આતંકી મોડ્યૂલને ઓપરેટ કરી રહ્યા હતા. તેમની ધરપકડ બાદ પૂછપરછ કરવામાં આવી રહી છે. દિલ્હીમાં પાકિસ્તાનના મોટા કાવતરાનો ખુલાસો કરતા એજન્સીઓએ 2 પાકિસ્તાની નાગરિક સહિત 6 લોકોની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધરપકડ કરવામાં આવેલા લોકોને પાકિસ્તાનમાં ટ્રેનિંગ લીધી હતી.