દિલ્હી-

દિલ્હી હાઇકોર્ટે બ્લેક ફંગસની દવાને ડ્યૂટી ફ્રી જાહેર કરી દીધી સાથે કેન્દ્રને આદેશને આદેશ આપ્યો કે બ્લેક ફંગસ (મ્યુકર માઇકોસિસ)ના ઇંજેક્શન ખરીદવા માટે વિશ્વમાં કોઇ રોકી રહ્યું નથી. તેથી જ્યારે દેશમાં દવાની અછત છે, ત્યારે મેડિસિનની આયાતને ડ્યૂટી ફ્રી કરવી જાેઇએ. કરાણ કે અત્યારે લોકોના જીવ બચાવવા બહુ જરુરી છે.

દિલ્હી હાઇકોર્ટમાં બ્લેક ફંગસની દવાઓને ઇમ્પોર્ટ કરવા મામલે સુનાવણી થઇ હતી. જેમાં હાઇકોર્ટે કહ્યું કે દવાની સપ્લાય ઓછી છે અને ઇલાજ જરૂરી છે. ત્યારે કેન્દ્ર સરકારે એક નિશ્ચિત સમયમર્યાદા સુધી દવાને કસ્ટમ ડ્યૂટી અને અન્ય ટેક્સમાંથી છૂટ આપવા અંગે ગંભીરતાથી વિચારવું જાેઇએ. હાઇકોર્ટે બ્લેક ફંગસની દવા ડ્યૂટી ફ્રી આયાતની મંજૂરી આપતા કહ્યું કે જ્યાં સુધી કેન્દ્ર આ અંગે ર્નિણય લેતું નથી, ત્યાં સુધી કોર્ટના આદેશ હેઠળ દવા ડ્યૂટી ફ્રી ઇમ્પોર્ટ કરી શકાય છે. કારણ કે પીડિત લોકોને બચાવવા માટે આ પગલું બહુ જરૂરી છે.

કોઇ પણ વ્યક્તિ બ્લેક ફંગસની દવા મંગાવી શકે તે અંગે કોર્ટે કહ્યું કે જાે કોઇ વ્યક્તિ દવા ઇમ્પોર્ટ કરે છે તો તેના માટે તેણે મૂળ કિંમત ચુકવ્યા વિના એક બોન્ડ આપવો પડશે. કોર્ટે અરજદારને કહ્યું કે વિશ્વમાં કંયાય પણ બ્લેક ફંગસની દવા ખરીદતા કોઇ રોકી રહ્યું નથી. કોર્ટે દિલ્હી સરકારને પણ આદેશ આપતા કહ્યું કે જાે તે બ્લેક ફંગસની દવા મંગાવવા અને તેના માટે પ્રયાસ કરવા માંગતી હોય તો તે કરી શકે છે. પરંતુ બંને સરકારો વચ્ચે સમાન સોર્સને લઇ સ્પર્ધા થવી જાેઇએ નહીં. પણ દવાની આયાતને પ્રોત્સાહન આપવું જાેઇએ.