મુંબઇ

કોરોના વાઇરસ માટેની કોલર ટ્યૂનમાંથી અમિતાભ બચ્ચનનો વોઇસ હટાવવાની માગણી કરતી અરજી દિલ્હી હાઈ કોર્ટમાં ફાઇલ કરવામાં આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ બોલિવૂડ સુપરસ્ટારનો પોતાનો ક્લીન રેકોર્ડ નથી.

દિલ્હીના નિવાસી અને સોશિયલ વર્કર રાકેશ દ્વારા કરવામાં આવેલી અરજીમાં જણાવાયું છે કે, આ મહામારીનો સામનો કરવા માટે લોકોમાં જાગૃત્તિ લાવવાના કેમ્પેઇન માટે સરકારે અમિતાભ બચ્ચનની પસંદગી કરી છે, પરંતુ આ એક્ટર અને તેમના પરિવારના અન્ય સભ્યો પણ આ વાઇરસથી બચી શક્યા નથી. 

આ અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, કેટલાક જાણીતા કોરોના વોરિયર્સ ફ્રીમાં તેમની સેવા પૂરી પાડવા માટે તૈયાર છે. ભારત સરકાર કોલર રિંગટોનમાં કોરોનાથી બચવા માટેના ઉપાયો જણાવવા માટે અમિતાભ બચ્ચનને ફી આપી રહી છે. બીજી તરફ કેટલાક કોરોના વોરિયર્સ દેશની ખૂબ જ સેવા કરી રહ્યા છે. તેઓ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને ખરા સમયે મદદ કરી રહ્યા છે.' અમિતાભને કોરોના વિશે અરજીમાં જણાવાયું હતું કે, 'અમિતાભ બચ્ચનની ક્લીન હિસ્ટ્રી નથી. સાથે જ તેઓ સોશિયલ વર્કર તરીકે દેશની સેવા પણ કરતા નથી.'