પાનવડ પંચાયત વિસ્તારને અશાંતધારા હેઠળ જાહેર કરવા ગ્રામજનોની માંગણી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, જુન 2021  |   3861

છોટાઉદેપુર, પાનવડ ગ્રામ પંચાયત વિસ્તારમાં ગ્રામ પંચાયત જવાના માર્ગ ઉપર કેટલાક ઈસમોએ ગેરકાયદે લાકડાં ની કેબીન મુકતા બે કોમના લોકો સામસામે આવી ગયા હતા જેના સ્વરૂપે ગામનું વાતાવરણ ડહોળાયું હતું તારીખ ૯ જૂનના રોજ રાત્રે ૯ઃ૩૦ કલાકે પાનવડ ગામ માં મનોજભાઈ પ્રજાપતિ ની બાજુમાં કે જ્યાં ખુલ્લી જગ્યા છે અને તે પંચાયત કાર્યાલયમાં જવા-આવવા માટે નો રસ્તો છે જેની ઉપર પાનવડ ગામ ના એક વિધર્મી ઈસમે ગેરકાયદે લાકડાં ની કેબીન મૂકવાનો પ્રયત્ન કરતા તેજ રસ્તાની આજુબાજુ માં રહેતા લોકોએ વિરોધ કરતાં કેટલાક વિધર્મી ઓએ હિન્દુ કોમના લોકો ને બિભત્સ ભાષામાં ગાળો આપી બોલાચાલી કરી વાતાવરણને ડહોડવાનો પ્રયત્ન કર્યો હતો આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને પાનવડ ગ્રામ પંચાયતને અશાંત ધારા હેઠળ મૂકી સ્થાવર અને જંગમ મિલકતો હિન્દુઓ તરફથી , વિધર્મી તરફ ન જાય તે માટે અશાંત ધારો લાગુ કરવા તેમજ આવા લોકો વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવા છોટાઉદેપુર જિલ્લા કલેકટરને પાનવડ ગામના કેટલાક હિન્દુઓ વિસ્તારના લોકોએ આવેદનપત્ર આપી માંગ કરી છે

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution