વડોદરા, તા.૧

મ.સ.યુનિ.ની સાયન્સ ફેકલ્ટીની હાયર પેમેન્ટ શાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બીજા તબક્કાની ફીમાં એડમિશન, લેબોરેટરી સહિતની ફી લેવામાં આવી રહી છે જેના કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે. ત્યારે ફી ઘટાડા પર વિચારણા કરવાની માગ સાથે યુનિ. હેડ ઓફિસે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું હતું. એબીવીપીના વિદ્યાર્થીઓએ યુનિ. હેડ ઓફિસ ખાતે પ્લેકાડ્‌ર્સ સાથે દેખાવો યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા અને રજિસ્ટ્રારને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં ઘણા પરિવારોને આર્થિક હાલાકીથી ઝઝૂમવું પડયું છે. ત્યારે સાયન્સ ફેકલ્ટીમાં હાયર પેમેન્ટ શાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બીજા તબકકાની ફી જે રીતે લેવામાં આવી રહી છે જેની અંદર, લેબોરેટરી ફી, ફેસિલિટી અને સર્વિસીસ ફી, લાઈબ્રેરી ચાર્જિસ, આમ ઘણા બધા વિષયોને લઈને મૂંઝવણ છે, જેથી લેવાઈ રહેલ ફીનું વિદ્યાર્થીઓ સમક્ષ પુષ્ટિકરણ કરીને ફી ઘટાડા પર વિચારણા કરવામાં આવે તેવી માગ કરી હતી.