ગોધરા. તા.૧

ગોધરામાં હનીટ્રેપ નો કિસ્સો બહાર આવતા ભારે ચકચાર મચી જવા પામી છે શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલ વિનાયક નગરમાં રહેતા પતિ-પત્નીએ એકબીજા ની મદદગારીથી છુટક દવાઓનું વેચાણ કરતા યુવકને પોતાના ધરે બોલાવી બળાત્કાર કરતો હોય તેવા બળજબરી પુર્વકના ફોટા પાડી અને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ.૨૦ લાખની માંગણી કરતા આ બનાવ અંગે શહેર પોલીસ મથકે પતિ-પત્ની બન્ને સામે ફરિયાદ નોંધાઇ છે.ખેડા જીલ્લાના થર્મલ ખાતે રહેતા રણજીતસિંહ રાવલજીએ ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ મથક ખાતે નોંધાવેલી પોલીસ ફરિયાદ માં જણાવ્યું હતું કે ગઇ તા.-૨૯/૦૪/૨૦૨૨ના રોજ સવારમાં નવ વાગ્યે થર્મલથી ગોધરા આવવા માટે નિકળેલ અને સવારના દશ વાગ્યે હુ ભુરાવાવ ચોકડી પાસે આવેલ આ વખતે આ આશાબેને તેમના ફોન પરથી મને ફોન કરીને કહેલ કે તમે કઇ છો તેમ કહેતા મે તેને કહેલ કે હુ ગોધરા છુ તેમ કહેતા આ આશાબને મને કહેલ તમો મારા ઘરે ભુરાવાવ વિનાયક નગરમાં આવો તેમ કહેતા હું પછી ફોન કરૂં તેમ કહીને ફોન મુકી દીધેલ અને હું મારા ભાભી તથા તેઓની ભાણી ને મન્હા હોસ્પીટલ લઇ ગયેલ અને મન્હા હોસ્પીટલમા હુ અગાઉ હુ મારી પત્ની સંગીતાને લઇને દવા લેવા માટે મન્હા હોસ્પીટલમા ગયેલ હતો. જેથી ત્યાં મન્હા હોસ્પીટલમાં નોકરી કરતી નર્સબેન ને હુ ઓળખતો હોય જેથી મે આ તેમને કહેલ કે મને તમારી એકટીવાની ચાવી મને આપો ભુરાવાવ જઇને આવુ છુ તેમ કહેતા આ નર્સબેન એ મને તેઓની એકટીવા ગાડી આપતા હુ તે એકટીવા ગાડી લઇને ભુરાવાવ ગયેલ અને ભુરાવાવ જઇને આશાબેનને ફોન કરીને ઘરનું એડ્રેસ પુછતા તેઓ મને વિનાયક નગરમા મકાન નં-૪૪માં આવો તેમ કહેતા હુ સવારના આશરે સાડા અગીયારેક વાગ્યે વિનાયક નગરમાં મકાન નં-૪૪ આગળ ગેટ પાસે જતા આ આશાબેન તેઓના મકાના ગેટ પાસે ઉભા હતા તેઓ મને તેઓના ઘરમાં બોલાવતા હું આ આશાબેનના ઘરમા ગયેલ અને હું અંદરના રૂમના દરવાજા પાસે ઉભો હતો અને આ વખતે આશાબેનનો પતિ કનુભાઇ ભરવાડ નાઓ આવી ગયેલ અને તેઓ મને ધકકો મારીને તેના ઘરમા આવેલ બેડરૂમમા લઇ ગયેલ અને તેઓ મને તુ અહીયા કેમ આવેલ છે તેમ કહી મને ગમે તેમ અપશબ્દો બોલીને મારો ડાબી બાજુના ખભાના ભાગે બચકુ ભરી લેતા લોહી નિકળી ગયેલ અને આ કનુભાઇ ભરવાડનાઓ મને કહેલ કે હુ કહુ તેમ લખ નહી તો પોલીસને ફોન કરી બોલાવી તારી વિરૂધ્ધમા ફરીયાદ આપુ છુ તેવી ધમકી આપી તેઓ મને એક કોરા કાગળમા હુ આજે કનુભાઇ ભરવાડની પત્ની આશાબેનને મળવા માટે ગોધરા તેમના ઘરે ગયો હતો અને આશાબેને ના પાડેલ હોવા છતા હુ તેમને બળજબરી પુર્વક બળાત્કાર કરેલ તે પ્રકારનું લખાણ લખાવી લીધેલ હતું

ત્યારબાદ આ કનુભાઇ ભરવાડ નાઓ મને કહેલ કે હવે હું તને જેમ કહુ તેમ કર હુ કહુ તેમ નહી કરે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી મને મને તારા કપડા ઉતાર તેમ કહી મારા કપડા ઉતારડાવતા મે મારા કપડા ઉતારેલ અને આ કનુભાઇ ભરવાડનાઓ આશાબેનના પણ કપડા ઉતારડાવેલ અને આ કનુભાઇએ આશાબેનને પલંગ સુવડાવેલ અને મને કહેલ કે તુ આશાબેન ઉપર સુઇજા તેમ કહેતા મે કનુભાઇને ના પાડતા તેઓ મને કહેલ કે હું તને જેમ કહુ તેમ નહી કરે તો તારી વિરૂધ્ધમાં બળાત્કાર કરવા આવેલ છુ તેવી ફરીયાદ પોલીસમા આપીશ અને પોલીસ અહીયા બોલાવડાવીશ તેવું કહેતા હું ગભરાઇ ગયેલ અને આ કનુભાઇએ મને આશાબેન ઉપર સુવડાવેલ અને મને સેકસ કરતો કરતો હોય તેવુ કર તેમ કહેલ અને આ કનુભાઇએ મોબાઇલમા અમારા બિભત્સ ફોટા પાડેલ તે પછી મને કપડા પહેરી જણાવતા મે કપડા પહેરી લીધેલ અને કનુભાઇબીજા રૂમમાં ગયેલ આ વખતે આશાબેને મને કહેલ કે તુ મારી સાથે બળાત્કાર કરતો હોય તેવા ફોટા પાડેલ છે તારે બચવુ હોય તો પૈસા આપીને સમાધાન કરી લે તેવી વાત કરેલ હતી આ વખતે કનુભાઇ ભરવાડ પણ આવેલ તેઓ મને તુ મારી પત્ની સાથે બળાત્કાર કરતો હોય તેવા તારા ફોટા મે પાડી લીધેલ છે તારે બચવું હોય તો રૂ.૨૦,૦૦,૦૦૦/- આપવા પડશે તેવુ કહેતા મારી પાસે આટલા બધા રૂપિયા નથી તેમ કહેતા આ કનુભાઇ ભરવાડનાઓ મને તારે અહીંથી જવુ હોય તો છેલ્લા રૂ.૧૦,૦૦,૦૦૦/-આપવા પડશે તેવી વાત કરેલ જેથી મેં તેને કહેલ કે હાલમા મારી પાસે આટલા રોકડા રૂપિયા નથી તેમ કહેતા તેઓ મને ચેક અથવા તારી જાેડે ફોર વ્હીલગાડી હોય તો ગાડી તારા કોઇ મિત્રને લઇને બોલાવ તેમ કહેતા મે તેને કહેલ કે મારે અહીયા કોઇ મિત્ર નથી પણ મારી ગોધરા બંધન બેન્કમા લોન ચાલુ છે.