વડોદરા, તા.૮

વડોદરાના જાણીતા ડોક્ટર દર્શન બેન્કરની જુના પાદરા રોડ સ્થિત બેન્કર્સ હાર્ટ ઈન્સ્ટિટ્યુટ ઉપરાંત વડોદરામાં આવેલી તેમની મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ અને તેઓના નિવાસ સ્થાન સહિત ૭ જેટલા સ્થળે આજે વહેલી સવારથી ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ દરોડો પાડી તપાસ હાથ ઘરી છે. તેઓની સુરત ખાતેની હોસ્પિટલમાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ઘરી છે.તપાસ દરમિયાન મોટી માત્રામાં બિન હિસાબી વ્યવહારો મળી આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

આજે સવાર થી જાણીતા ડોક્ટર દર્શન બેન્કરની જૂના પાદરા રોડ, માંજલપુર અને વારસીયા રિંગરોડ ખાતે આવેલી હોસ્પિટલોમાં વહેલી સવારથી આઇટી વિભાગની ત્રણ ટીમો દ્વારા દરોડા પાડીને તપાસ હાથ ઘરવામાં . આ ઉપરાંત ડોક્ટર દર્શન બેંકરના વાસણા ભાયલી રોડ ખાતે આવેલા નિવાસસ્થાને પણ સર્ચ ઓપરેશન હાથ ઘરાયુ હતુ.

ડોક્ટર બેન્કર્સની વડોદરામાં ચારથી પાંચ હોસ્પિટલો આવેલી છે તદુપરાંત સુરતમાં પણ તેઓએ હોસ્પિટલ છે. આ હોસ્પિટલો પૈકી જુના પાદરા રોડ સ્થિત બેન્કર્સ હોસ્પિટલ તેમજ તેમના નિવાસસ્થાનેઆજે વહેલી સવારથી ૫૦ જેટલા આવકવેરાના અધિકારીઓની અલગ અલગ ટીમોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતુ.

પ્રાપ્ત માહિતી મુજબ થોડા સમય પૂર્વે આવક વેરા વિભાગે મુંબઈ સ્થિત સ્ટેન્ટ સપ્લાય કરતી એક કંપનીમાં કરેલી તપાસ દરમિયાન બેન્કર્સ હોસ્પિટલનુ નામ પ્રકાશમાં આવતા જેના આઘારે સર્ચ ઓપરેશન હાથ ઘરાયુ હોંવાનુ જાણવા મળે છે.આવક વેરા વિભાગના અધિકારીઓએ હાથ ઘરેલી તપાસ મોડી રાત સુઘી ચાલુ રહી હોંવાનુ તેમજ જાણવા મળે છે. આવક વેરા વિભાગની તપાસમાં મોટી માત્રામાં બિન હિસાબીલ વ્યવહારો મળી આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે.

અમદાવાદ બાદ વડોદરામાં આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ઘરતા વડોદરામાં અન્ય મોટી હોસ્પિટલ ઘરાવતા તબિબોમાં ફફડાટ ફેલાયો છે.ઉલ્લેખનિય છે કે, થોડા સમય પૂર્વે આવકવેરા વિભાગે વડોદરામાં આક્રિટેક્ટ તેમજ બિલ્ડર ગૃપને ત્યા હાથ ઘરેલા સર્ચમાં ૧૦૦ કરોડના બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા હતા. ત્યારબાદ ફરી વડોદરામાં આવકવેરા વિભાગે મોટુ સર્ચ ઓપરેશન હાથ ઘર્યુ છે.