વડોદરા, તા.૪

વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે, તંત્ર દ્વારા કાર્યવાહીના મોટા મોટા દાવા છતા હજી અનેક વિસ્તારોમાં ગાયો રોડ પર રખડતી જાેવા મળે છે.ગઈકાલે બે ગાયોએ વૃદ્ધાને શિંગડે ભેરવીને તેનો જીવ લઈ લીધો હતો. એક તરફ કોર્પોરેશન દ્વારા રખડતી ગાયો પકડવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે, બીજી તરફ ઢોરના માલિકો ગાયો રોડ પર છૂટી મૂકવાની ટેવ હજુ છોડતા નથી. જેના કારણે અવાર નવાર અકસ્માતોના બનાવો બને છે. જે જાેતા પાલિકા તંત્ર, પોલીસ તંત્ર સમસ્યાના ઠોસ નિરાકરણ માટે વામણુ પૂરવાર થઈ રહ્યુ છે તે સ્પષ્ટ થાય છે.

કોર્પોરેશન દ્વારા ૧ એપ્રિલ ૨૦૨૨ થી તા. ૩ માર્ચ સુધીમાં ૫૨૪૩ રખડતા ઢોર પકડી લીધા છે. જેમાંથી ૨,૨૨૦ ઢોર ટ્રાન્સફર એટલે કે ગૌશાળા અને પાંજરાપોળમાં મોકલી દેવાયા છે. ૧૭૫ ઢોર દંડ વસૂલ કરીને મુક્ત કરવામાં આવ્યા છે. આ દંડની વસુલાત ૯,૪૬,૯૦૦ ની થઈ છે. બીજી બાજુ સખ્ત કાર્યવાહી ્‌અંતર્ગત આ જ સમયગાળા દરમિયાન ઢોરના માલિકો સામે ૧૩૬ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા વારંવાર સૂચનાઓ

આપવામાં આવી હોવા છતાં રખડતા ઢોર છુટા મૂકી દેવાની ટેવધરાવતા ૮૨ ગોપાલકોને પકડી લેવાયા છે. આમ રખડતા ઢોર છુટા મુકનારા ગૌપાલકો સામે કાર્યવાહી છતા કોઈ ડર જ નથી તેમ હજી રખડતા ઢોર બિંદાસ છુટા ફરતા જાેવા મળી રહ્યા છે.રખડતા ઢોરોના કારણે અનેક ગંભીર બનાવો બનાવા છતાય તંત્ર સમસ્યાના નિરાકરણ માટે નિષ્ફળ રહ્યુ છે.અને તંત્ર આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે કેમ કાર્યવાહી કરતુ નથી તેવી ચર્ચા સાથે રોષ પણ હવે નગરજનો વ્યક્ત કરી રહ્યા છે.તેમાય ગઈકાલે વૃદ્ધાને જે રીતે બે ગાયોએ હુમલો કરીને મોંતને ઘાટ ઉતારી તેનો સોશીયલ મિડીયા પર વિડિયો જાેઈને તંત્ર સામે ભારે રોષ ઠાલવી રહ્યા છે.

પાલિકાની ૬ ટીમોએ વધુ ૫૨ રખડતાં ઢોર પકડયાં

રસ્તે રખડતા ઢોર પકડવાની સઘન કામગીરી પાલિકાની ટીમો દ્વારા જારી રાખવામાં આવતા આજે સવાર થી વિવિઘ વિસ્તારોમાં ઢોર પાર્ટીની ટીમો દ્વારા ખાસ કરીને પેરાફેરી વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરીને વિવિઘ વિસ્તારો માંથી ૫૨ રખડતા ઢોરને પકડીને પાલિકાના ઢોર ડબ્બામાં પૂર્યા હતા.આ ઉપરાંત પકડાયા બાદ ઢોર ડબ્બામાં પૂરેલા ૪૯ પશુઓનુ ટેગીંગ કરવામાં આવ્યુ હતુ.