આજે આપણે એક એવા મદિર વિષે વાત કરવાના છીએ જે ભક્ત પ્રહલાદ દ્વારા બનાવવામાં આવ્યું છે. સતયુગના સમય દરમિયાન ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ નરસિંહનો અવતાર લીધો હતો. અને આજે પણ ભગવાન વિષ્ણુ પૃથ્વી પર નરસિંહના અવતારમાં પૂજાય છે.

ભગવાન વિષ્ણુને વિશ્વના અનુયાયી માનવામાં આવે છે. જ્યારે પૃથ્વી પર વધુ પાપ થાય ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુ આવે છે. ભગવાન વિષ્ણુ દર વખતે જુદા જુદા અવતારો ધારણ કરે છે. અને અધર્મનો નાશ કરે છે. સતયુગના સમય દરમિયાન ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ નરસિંહનો અવતાર લીધો હતો. અને આજે પણ ભગવાન વિષ્ણુ પૃથ્વી પર નરસિંહના અવતારમાં પૂજાય છે.  

આજે આપણે એક એવા જ મદિર વિષે વાત કરવાના છીએ જે ભક્ત પ્રહલાદ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મંદિર વિશાખાપટ્ટનમના સિંહાચલામમાં આવેલું છે. આ મંદિર સિંહાચલ પર્વત પર સ્થિત છે અને વિશાખાપટ્ટનમથી લગભગ 16 કિલોમીટરના અંતરે છે. મંદિરની સૌથી મોટી વિશેષતા તે છે કે ભક્તો દ્વારા તેવું કહેવામાં આવે છે કે ભગવાન સાક્ષાત અહીં હાજર છે અને સાથે માતા લક્ષ્મીજી પણ બિરાજમાન છે. અને મૂર્તિ ચંદનના લેપથી ઢંકાયેલી છે. અને વર્ષમાં માત્ર એકવાર જ ચંદનનો ઉપયોગ કરવામાં આવે છે. 

પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન નરસિંહને ચંદનના લાકડાથી તે માટે ઢાંકવામાં આવે છે. કારણ કે જ્યારે હિરણ્યકશ્યપનો નાશ કરતા હતા ત્યારે ભગવાન નરસિંહ ખુબ જ ક્રોધિત થયા હતા અને જેમનાં કારણે તેમનું શરીર સળગવા લાગ્યું હતું. જેન ઠંડુ પાડવા માટે ચંદનનો લેપ લગાવવામાં આવ્યો. આ મંદિર વિષે એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે પ્રહલાદે આ મંદિર બનાવ્યું ત્યારે આ મંદિરને પૃથ્વીની ગર્ભસહાયમાં દફનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ જેમનું નિર્માણ ફરી વાર પુરુરવા નામના રાજા દ્વારા કરવામાં આવ્યું હતું.