વલસાડ, ૧૦૯ વરસથી ખેરગામ તાલુકા ના નાધઈ ભૈરવીના ગુપ્તેશ્વર મહાદેવ મંદિર સંકુલ ખાતે ભરાતો પારંપરિક મહાશિવરાત્રી પર્વ નો લોકમેળો કોરોના મહામારી ભરખી જતા આ વખતે યોજાયો નથી છતાં મળસ્કે સાડા ત્રણ વાગ્યાથી શિવભક્તોનો દર્શન માટે ધસારો શરૂ થયો હતો મધ્યાહને પણ ઔરંગા નદીના ઘાટ સુધી દર્શનાર્થીઓની કતારો થઈ હતી. માર્ગદર્શિકા ના પાલન રૂપે ભક્તોને મંદિરમાં જવા દેવામાં આવ્યા હતા નહીં, દૂરથી જ શિવપાર્વતિના દર્શન કર્યા હતા. લોક મેળાની વ્યવસ્થા નિહાળવા મામલતદાર શ્રી નિરીલ મોદી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુશ્રી શકુંતલા માલ વિ. અધિકારીઓ અવારનવાર મુલાકાત લેતા હતા. ગુપ્તેશ્વર મહાદેવ ટ્રસ્ટ પ્રમુખ જુગલકિશોર, ઉપપ્રમુખ એજી પટેલ, ધીરુભાઈ, માજી સરપંચ નટુભાઈ વિગેરેએ પુષ્પગુચ્છ અર્પી સાલ ઓઢાડી મહિલા પીએસઆઈનું સન્માન કર્યું હતું. વિવિધ દુકાનો ચકડોળ મનોરંજનના સાધનો નહીં હોવા છતાં આ વર્ષે સૌથી વધુ દર્શનાર્થીઓનો ધસારો જાેવા મળ્યો હતો.