હાલોલ : હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર ઉપર બિરાજેલ માં મહાકાળી ના મંદિરને ગત આસો નવરાત્રી થી શરદપુર્ણિમા સુધી કોરોના વાયરસની મહામારીને પગલે વહિવટીતંત્ર ને મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવેલ હતું. જે બાદ ૨ નવેમ્બરને સોમવારના રોજથી મંદિરને ભાવિક ભક્તોના દર્શન માટે રાબેતા મુજબ ખુલ્લું મુકવામાં આવતા, પવિત્ર નવરાત્રી દરમિયાન માતાજીમાં અખુટ શ્રધ્ધા ધરાવનાર ને સનમુખ દર્શનથી વંચિત રહી ગયેલ શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર ઉપર બિરાજેલ સાક્ષાત માં મહાકાળી ના દર્શનાર્થે સમગ્ર વર્ષ દરમિયાન લાખ્ખો શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે,ને તેમા પણ પવિત્ર ચૈત્રી ને આસો નવરાત્રી નો અનેરો મહિમા હોઈ તે દિવસોમાં દરરોજ લાખો યાત્રાળુઓ માતાજીના ચર્ણોમાં શિષ જુકાવી આશીષ મેળવે છે. પરંતુ હાલમાં પાછલાં છ મહિના ઉપરાંતથી સમગ્ર દુનિયા ને આપડો દેશ જે જીવલેણ કોરોના વાયરસની મહામારીમાં સપડાયો છે, ને વધુ પડતી ભીડભાડ વાળી જગ્યાઓ પર તેનું સંક્રમણ જડપથી ફેલાતું હોવાથી તેને ધ્યાનમાં રાખીને ગત આસો નવરાત્રી ના પવિત્ર તહેવારમાં તા.૧૬ ઓક્ટોબર થી તા.૧ નવેમ્બર શરદપુર્ણિમા સુધી વહિવટીતંત્ર ને મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના મંદિરને ભાવિક ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવેલ હતું, જ્યારે ઓનલાઈન વેબસાઈટ મારફતે તેમજ માંચી ને તળેટીમાં એલઈડી સ્ક્રીન મુકી માતાજીના લાઈવ દર્શન થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ હતી. જ્યારે તા. ૨ નવેમ્બર ને સોમવારથી માતાજીના મંદિરને ભાવિક ભક્તોના દર્શન માટે રાબેતા મુજબ ખુલ્લું મુકવામાં આવતા, માતાજીમાં અખુટ શ્રધ્ધા ધરાવતા ભક્તો કે જેઓ કોરોના ને પગલે પવિત્ર આસો નવરાત્રી ના તહેવારમાં માતાજીના સનમુખ દર્શન કરવાથી વંચિત રહ્યા હતા, તેવા શ્રધ્ધાળુઓ ખુબ મોટી સંખ્યામાં પાવાગઢ ખાતે સોમવારે ઉમટી પડ્યા હતા.