મુંબઇ
બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝા અને વૈભવ રેખીના લગ્ન સોમવારે એટલે કે તારીખ 15મી ફેબ્રુઆરીએ થયા. લગ્ન માટે એક્ટ્રેસ દિયા મિર્ઝાનું ઘર ડેકોરેટ કરવામાં આવ્યું હતુ અને બોલિવૂડ સ્ટાર્સ તેના ઘરે પહોંચ્યા હતા.. તમને જણાવી દઈએ કે દિયા મિર્ઝાના આ બીજા લગ્ન છે.
અગાઉ તેણે બિઝનેસ પાર્ટનર અને ફ્રેન્ડ સાહિલ સાંઘા સાથે 2014માં લગ્ન કર્યા હતા. જો કે, 5 વર્ષ બાદ 2019માં કપલ અલગ થયું હતું. દિયા અને સાહિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને છૂટા પડી રહ્યા હોવાની જાહેરાત કરી હતી. તેમણે એમ જણાવ્યું હતું કે અલગ થયા પછી તેઓ સારા મિત્રો બની રહેશે. ત્યારે બીજી બાજુ વૈભવ રેખી પણ બીજા લગ્ન કરી રહ્યો છે. વૈભવે અગાઉ જાણીતા યોગ ઈન્સ્ટ્રક્ટર સુનૈના રેખી સાથે લગ્ન કર્યા હતા. વૈભવ અને સુનૈનાની એક દીકરી છે
Loading ...