પુસ્તકમાં ખુલાસો : પ્રિયંકાએ પોતાના આ ખરાબ અનુભવોનું પણ વર્ણન કર્યું

મુંબઇ

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની પુસ્તક 'ફિનિશ્ડ' ને લઈને ચર્ચામાં છે.આ પુસ્તકમાં પ્રિયંકાએ પોતાની જીંદગીની કેટલીય ગુપ્તવાતો પ્રકાશીત કરી છે.આ પુસ્તકમાં તેમણે એક ડાયરેક્ટરનું નામ પ્રકાશીત કર્યું છે. જેમને પ્રિયંકા ચોપરા ને એક સોન્ગમાં પોતાના કપડાં ઉતારવાનું કહ્યું હતું. આ કામ કરવાની પ્રિયંકા ચોપરા  એ ના પાડી.

પ્રિયંકા ચોપરા એ આ પુસ્તકમાં પોતાની સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થયેલા કેટલાક ખરાબ અનુભવો પર પ્રકાશ પાડ્યો છે. આ ખરાબ અનુભવો ત્યારના છે જ્યારે તે પોતાના કરિયરની શરૂઆત કરી રહી હતી. પ્રિયંકા ચોપરા  એ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે જ્યારે તે એક સોન્ગ કરી રહી હતી ત્યારે આ સોન્ગમાં પ્રિયંકાને તેમના કપડા એક-એક કરીને ઉતારવાના હતા.આ સોન્ગના શૂટિંગમાટે એકસ્ટ્રા બોડી લેયર પહેરવાનું પ્રિયંકાએ જણાવ્યું હતું. જેથી તે પોતાની સ્કીન ના દેખાડી શકે. પ્રિયંકાએ પુસ્તકમાં લખ્યું છે કે,ડાયરેક્ટરે કિધુ કે હું તેમના સ્ટાઈલિસ્ટ સાથે વાત કરું ' તો મેં એમને ફોન કર્યો અને પરીસ્થિતી સમજાવી અને ડાયરેક્ટરને ફોન આપી દીધો એ ડાયરેક્ટર મારી સામે જ ઉભા હતા.'

પ્રિયંકા ચોપરા  એ પુસ્તકમાં આગળ લખ્યું છે કે ડાયરેક્ટરે કહ્યું કે જે પણ થાય Panties દેખાવી જોઈએ નહીં તો લોકો પિક્ચર કેમ જોવા આવશે? મેં તેના પછીના દિવસે જ તે પ્રોજેક્ટ છોડી દીધો. હું આવા લોભામણા સોન્ગ કરવા માટે તૈયાર હતી પરંતુ ડાયરેક્ટરના શબ્દો એવા હતા કે મારી અંતર આત્માએ આ સોન્ગ સ્વીકારવાની ના પાડી. તેમને આગળ લખ્યું કે મારો આ નિર્ણય ડાયરેક્ટરને ભારે પડ્યો હું બીજા કોઈ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી તે દરમિયાન તે ડાયરેક્ટર સેટ પર મને મળ્યા. તે પરેશાન હતા.સલમાનખાને આ મામલામાં વચ્ચે પડવું પડ્યું હતું.

પ્રિયંકા ચોપરા એ આ પુસ્તકમાં વધુ એક ખરાબ અનુભવ પર પ્રકાશ પાડ્યો છે. પ્રિયંકાએ લખ્યું કે જ્યારે હું એક પ્રોડ્યુસર/ડાયરેક્ટરને મળી તો થોડી વાતચીત પછી તેમને મને ઉભા થઈને ફરવાનું કહ્યું મેં એવું કર્યું. તે કેટલાય સમય સુધી મને જોતા જ રહ્યા પછી મને કહ્યું કે મારે બ્રેસ્ટ સર્જરી કરાવવી જોઈએ. જો હું અભિનેત્રિ બનાવા માગતી હોવ તો આ મારે કરાવવું પડશે. તેમણે મને કહ્યું કે તે લૉસ એન્જિલિસમાં એક ડૉક્ટરને ઓળખે છે જેના પાસે મને મોકલી આપશે. આ ઘટના બાદ મેં મારી જાતને નીચી હાંકવાની શરૂ કરી. આમ,પ્રિયંકા ચોપરાએ પોતાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થયેલા ખરાબ અનુંભવો 'અનફિનિશ્ડ' નામની પુસ્તકમાં લખ્યા છે. કેહેવામાં આવે છે પડદા પર દેખાતું બધુ સાચુ હોતુ નથી. અહીં કામ કરનારા દરેક લોકો છેલ્લે એ માની ને ચાલે છે કે 'ગંદા હૈ પર ધંધા હૈ યે'

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution