વડોદરા : કલ્યાણરાયજી મંદિર , માંડવી ખાતે ૧૮થી૪૪ વર્ષના વયજુથ ઘરાવતા લોકો માટેના રસીકરણ કેમપમાં રસીકરણની સાથે – સાથે રોગપ્રતિકારક શકિત વધારવા માટે દરરોજ નિઃશુલ્ક હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવે છે. હાલમંં ચાલી રહેલી બીજી લહેરમાં બચવા તેમજ કોરોનાથી લડવા માટેનો એક માત્ર ઉપાય રસીકરણ છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કલ્યાણરાયજી મંદિરને પણ રસીકરણનું સેન્ટર બનાવવામાં આવ્યું છે. ત્યારે આ સેન્ટરમાં ૧૮ થી ૪૪ વર્ષના વયજુથને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને રસી આપવામાં આવી રહી છે. રસી આપવાની સાથે આ સેન્ટરમાં વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજીના માર્ગદર્શનથી વૈષ્ણવ ઈનર ફેઈથ પુષ્ટિમાર્ગીય ઓર્ગેનાઈઝેશન , કલ્યાણ રાયજી મંદિર સ્વયંસેવક સંઘ અને મોર્નીંગ ટી ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રસી આપનાર તમામને દરરોજ રોગપ્રતિકારક શકિત વધારવા માટેની હોમિયોપેથીક દવાનું પણ વિતરણ કરવામાં આવે છે.