વજન ઉતારવા કે કાબુમાં રાખવા ન પીશો આ સમયે પાણી 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, જુલાઈ 2020  |   1386

ઘણી વખત આપણે વજન ઉતારવા કે વજનને કાબુમાં રાખવા ઘણાં પ્રયત્નો કરીએ છે. ડાયટીંગ કરીએ છે, વૉકિંગ કરીએ છે.. બને એટલા તમામ પ્રયત્નો કરી જાણીએ છે. તેમ છતાં જોઈએ એટલું પરિણામ નથી મળતું. પણ શું તમે જાણો છો એ પાછળનું કારણ શું છે? તમે એ કારણને જાણવા માટે આતુર હોવ તો ચાલો આપને જણાવી દઈએ વજન ઓછું કરવાના સૌથી શ્રેષ્ઠ 10 સરળ ઉપાય.

વાસી અથવા એક દિવસ પહેલાનો ખોરાક ન ખાશો. આ સિવાય પ્રોસેસ્ડ ફૂડનું સેવન ન કરશો. તેનાથી વજન વધારે વધે છે.1 ગ્લાસ હૂંફાળા ગરમ પાણીમાં 1 ચમચી કાળા મરીનો પાવડર, 4 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મધ મિક્સ કરી પીવાથી વજન ઘટે છે.કોબીજ વજન ઉતારવા ફાયદાકારક છે. કોબીજના પાન ઉકાળીને ખાવાથી વજન ઝડપથી ઘટાડી શકાય છે.ભોજન પહેલાં ટામેટાનું સૂપ પીવાથી અથવા કાચા ટામેટાં ખાવાથી વજન ઉતરે છે.વજન ઉતારવા લીલાં શાકભાજી નું સેવન વધારે કરો. તેમાં રહેલા ઔષધિય ગુણ શરીર માટે ઘણાં ફાયદાકારક છે.

જેનું વજન વધારે હોય તેણે સવારનો નાસ્તો મધ્યમ માત્રામાં લેવો જોઈએ. બપોરનું ભોજન પેટ ભરીને ખાવું જોઈએ. જેથી બપોરના સમયે પાચન તંત્ર વધારે સક્રિય હોય છે.સૂવાના 3-4 કલાક પહેલાં રાતનું ભોજન લઈ લો. તેનાથી વજન નિયંત્રણમાં રહેશે. ગરમ ખોરાક ઠંડા ખોરાક કરતા જલ્દી પચે છે. દિવસભર થોડું થોડું પાણી પીતાં રહેવું જોઈએ જેથી ખોરાક પચતો રહે. ભોજન પચાવવા પાણી ખૂબ જ જરૂરી છે.અવશ્ય ધ્યાનમાં રાખો કે ખાતી વખતે પાણી ન પીવું જોઈએ.


© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution