જાયફળનો આ 1 ઉપાય કરો, ખીલ અને તેના ડાઘા થઈ જશે ગાયબ!
29, જુન 2020

અત્યારે જ્યારે બધાં ઘરે છે ત્યારે પોતાની કાળજી અવશ્ય લેવી જોઈએ. જેમાં લોકડાઉનમાં ઘરે રહીને સ્કિન પર ધ્યાન આપી શકાય છે. સ્ત્રી હોય કે પુરૂષો બધાંને સ્કિન સંબંધી સમસ્યાઓ સતાવતી હોય છે. ખીલ-ફોડલી કે ચહેરો વારંવાર ઓઈની થઈ જવો, સ્કિન ડાર્ક થવી, કરચલીઓ વગેરે સમસ્યા વધુ જોવા મળે છે. ખરાબ વાતાવરણ અને ખાણીપીણીને કારણે તમામ ઉંમરના લોકોને આવી સમસ્યા જોવા મળે છે. આજે અમે તમને હેલ્ધી સ્કિન માટે કેટલીક બેસ્ટ ટિપ્સ જણાવી રહ્યાં છે.

બેસ્ટ નુસખાઓ 

1 ચમચી એલોવેરા જેલમાં અડધી ચમચી ચણાનો લોટ અને ચપટી હળદર મિક્સ કરીને ખીલ પર લગાવો. સૂકાય ગયા બાદ ચહેરો ધોઈ લો. આ ઉપાય કરવાથી ખીલ દૂર થવા લાગશે. 

 ચહેરા પરની કરચલીઓને દૂર કરવા 1 ચમચી ચંદન પાઉડરમાં 1 ચમચી ગુલાબજળ અને 1 ચમચી ગ્લિસરીન મિક્સ કરીને ચહેરા પર લગાવો. આનાથી ચહેરામાં સારો એવો નિખાર આવી જશે અને કરચલીઓ પણ દૂર થશે.

 ચહેરા પર કોટનથી દરરોજ કાચું દૂધ લગાવવાથી સ્કિન ગોરી અને મોઈશ્ચરાઈઝ્ડ બને છે.

 વધુ પડતી ઓઇલી સ્કિનને કારણે ખીલની સમસ્યા વધી જાય છે જેથી ચહેરા પર બને ત્યાં સુધી કોઇ ક્રીમ કે કોઇ પણ લોશન લગાવવાનું ટાળો.

 જાયફળને દૂધમાં ઘસીને ચહેરા પર લગાવવાથી ખીલમાંથી છુટકારો મળે છે અને ખીલના ડાઘ પણ દૂર થાય છે. તેનાથી ચહેરાનો ગ્લો વધે છે.

કાકડીનો રસ લગાવવાથી ત્વચામાં ચમક આવે છે.

બે ચમચી ગાજરનો રસ, એક ચમચી મધ, એક ચમચી લીંબુનો રસ, એક ચમચી બટાકાના રસને મિક્સ કરીને ચહેરા પર લગવવાથી સ્કિન ડ્રાયનેસની પ્રોબ્લેમ દૂર થાય છે. 

એક ચમચી કાકડીનો રસ, એક ચમચી ટામેટાનો રસ, એક ચમચી ગુલાબજળ આ ત્રણેયને સરખી રીતે મિક્સ કરીને ચહેરા પર લગાવી લો. 10-15 મિનિટ પછી ચહેરો ધોઈ લો. આનાથી ત્વચા એકદમ નીખરી જશે.

લવિંગના તેલના ઉપયોગથી તમે તમારા ખીલની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે નિયમિત રીતે રાત્રે સૂતા પહેલા પોતાના ખીલ પર લવિંગનું તેલ લગાવી દો અને ત્યારબાદ સવારે ચહેરાને પાણીથી ધોઇ નાંખો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution