હિંદુધર્મમાં શનિવારે શનિદેવની પૂજાને ખાસ મહત્વ અપાયું છે. શનિદેવની પૂજા કરવાથી કષ્ટમાંથી મુક્તિ મળે છે. સાથે જે લોકો પર શનિની સાડાસાતી ચાલી રહી છે તેઓને પણ મોટી રાહત મળે છે. શનિદોષથી મુક્તિ મેળવવા માટે મૂળ નક્ષત્રયુક્ત શનિવારથી શરૂ કરીને સાત શનિવાર સુધી શનિદેવની પૂજા કરવાની સાથે વ્રત કરવાથી લાભ થાય છે. પૂર્ણ નિયમાનુસાર પૂજા અને વ્રત કરવાથી શનિદેવની કૃપા મળે છે અને સાથે દુઃખ ખતમ થાય છે. શનિદેવના ક્રોધથી બચવું જરૂરી છે. નહીં તો મનષ્ય પર અનેક પ્રકારના દોષ લાગે છે. આ સિવાય તેમની પૂજા કરતી સમયે અનેક વાતનું ધ્યાન રાખવું પણ આવશ્યક છે.

જાણો શનિદેવને પ્રસન્ન કરવા માટે દથરથકૃત શનિ સ્ત્રોતનું ખાસ મહત્વ છે. આ મંત્રના જાપ સાથે શનિદેવની પૂજાથી ખાસ ફળની પ્રાપ્તિ થાય છે. તો આજથી 7 શનિવાર માટે નીચે આપેલા ખાસ મંત્રનો જાપ કરો શરૂ.કહેવાય છે કે શનિદેવની પૂજા કરવાથી દરેક કષ્ટથી મુક્તિ મળે છે. જો તમે શનિવારે આ મંત્રનો પાઠ કરો છો તો શનિદેવના ક્રોધથી મુક્તિ મળી શકે છે.


શનિ દેવનો ગાયત્રી મંત્ર

ॐ भगभवाय विद्महैं मृत्युरुपाय धीमहि तन्नो शनिः प्रचोद्यात्।।

તમારા કે પરિવારના સ્વાસ્થ્ય માટે

ध्वजिनी धामिनी चौव कंकाली कलहप्रिहा। 

कंकटी कलही चाउथ तुरंगी महिषी अजा।। 

शनैर्नामानि पत्नीनामेतानि संजपन् पुमान्। 

दुःखानि नाश्येन्नित्यं सौभाग्यमेधते सुखमं।।