લોકસત્તા ડેસ્ક

રોજબરોજની ખાવાની ચીજોમાં સમાવેશ દરેક શાકભાજીના ફાયદા હોય છે.અને તેના વિશે આપણે જાણતા પણ હોઈએ છે. સામાન્ય રીતે રોજના ખાવાની વાનગી બનાવવામાં કાંદાને ઉપયોગમાં લેતા હોય છે. કાંદા ને સલાડ સાથે પણ ઘણા લોકો રોજ લેતા હોય છે.

આજે વાત કરીએ કાંદા ના ફાયદા વિશે તો કાંદાનું સેવન કરવાથી દરેક જાતની બીમારી સામે રક્ષણ મળે છે. ત્યાં ગરમીમાં પણ લુંથી બચાવે છે.

કોરોનાના સમયમાં શરીરમાં રોગપ્રતિકાર શક્તિ વધારવું ખૂબ જ જરૂરી થયુ છે ત્યારે તમારા રસોડામાં પડેલી ડુંગળી પણ ઈમ્યૂનિટી વધારવા માટે મહત્ત્વની છે. કારણકે, ડુંગળીમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી કેંસર તત્વો જોવા મળે છે.જેથી કોરોના ને માત આપી શકાય શરીર માં ઇમ્યૂન સિસ્ટમ ને તંદુરસ્ત રાખવામાં ડુંગળી ખૂબ જ જરૂરી છે રોજ કોઈ પણ રીતે ડુંગળી નું સેવન કરીયે તો રોગપ્રતિકારક શક્તિ વધે છે અને કોઈ પણ જાત ના રોગ સામે લડી શકાય છે.

ડુંગળીથી પાચન તંત્ર પણ મજબૂત બને છે. પેટ ની બીમારી પણ દૂર થાય છે ઉનાળા ની સીઝન માં રોજ ગરમી નો પારો વધતો જ રહે છે.ત્યાંરે ગરમી થી બચવા લોકો લીંબુ સિકંજી અને ઠંડા પીણાં જેવા ઠંડી ચીજો નું સેવન કરતા હોય છે પરંતુ ઉનાળા ની સિજન માં ગરમી માં લું થી બચવું ખુબ જ અગત્ય નું રહે છે.

રોજ સવારે ખાલી પેટે ડુંગળી ખાવાથી લું લાગવાથી બચી શકાય છે ડુંગળી માં અનેક ગુણકારી તત્ત્વો રહેલાં છે.જે ગરમી માં લું થી બચાવી સકે છે. હાર્ટ એટેક જેવી જાનલેવા બીમારી થી પણ ડુંગળી રક્ષણ આપે છે.રોજ ડુંગળી નું સેવન કરવાથી શરીર માં લોહી નો સુધારો થાય છે. જેથી કરીને મોઢા પર પણ ડાઘ ,ખીલ ધબ્બા ,રેહતા નથી. ડુંગળી વાળ માટે ખૂબ ઉપયોગી છે. ડુંગળી ના રસ ને નિતારી વાળ પર લગાવવા થી વાળ લાંબા, ચમકદાર બનશે.