કેટલીક મહિલાઓને સવારે વહેલા જવાનું હોવાથી તે શ્યોર નથી હોતા કે સવારે તેમની પાસે સમય હશે કે નહી જેના લીધે તેઓ રાત્રે જ વાળ ધોઇ લેતા હોય છે. રાત્રે વાળ ધોવાથી ઘણા બધા નુકસાન છે, તો અમે તમને જણાવીશું કે રાત્રે વાળ ધોવાથી કેટલા ગેરફાયદા થાય છે.

હૅરફોલ

રાત્રે વાળ ધોવાથી તે પ્રોપર સુકાઇ શકતા નથી અને ભીના વાળ સાથે સુવાથી તે વધારે તૂટે છે અને જેના કારણે તમારા વાળની સંખ્યા ઓછી થાય છે. 

વાળનું ટેક્સચર બગડે છે

ભીના વાળ સાથે સૂવાથી વાળનું ટેક્સચર ખરાબ થઇ જાય છે અને જ્યારે તમે સવારે ઉઠો છો તો તમને ખરાબ વાળનું ટેક્સચર મળે છે. 

ગુંચવાળા વાળ

વાળને હંમેશા ધોઇને કોરા કર્યા બાદ ગુંચ કાઢી લેવી જોઇએ, જો તમે આમ નથી કરતા તો વાળમાં ગાંઠ પડી જાય છે અને કોરા થયા બાદ ગૂંચાઇ જાય છે. કોરા થયા બાદ તેને ઓળવાથી ખેંચાઇ ખેંચાઇને તૂટી જાય છે. 

બિમાર પડી શકાય છે

રાત્રે ભીનાવાળ સાથે સૂઇ જવાથી માથાનો દુખાવો થવાની શક્યતાઓ રહે છે અને શરદી પણ થઇ શકે છે. શરદી થવાને કારણે તમને તાવ આવી શકે છે. તો સવારે થોડા વહેલા ઉઠીને વાળ ધોવા વધારે હિતાવહ છે. ભીના વાળ તમારા માટે નુકસાનકારક છે.