વડોદરા, તા.૨૭

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સરકારી ગોત્રી જનરલ હોસ્પિટલમાં તબીબો દ્વારા રાજ્યના આરોગ્ય વિભાઞ તરફથી આરોગ્ય સેવાઓ અંતર્ગત ઓપીડી ની સમય મર્યાદા વધારો કરતાં પરિપત્ર નું સરેઆમ ઉલ્લંઘન કરી તબીબો મનસ્વી પણે વર્તતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તબીબોના આ વર્તનમાં હોસ્પિટલના સુપ્રિટેન્ડનનો પણ મુક સંમતિ હોવાનું સૂત્રો દ્વારા ચર્ચા રહ્યું છે. સરકારી પરિપત્રનો અમલ ના થતા તેની સીધી અસર સારવાર અર્થે હોસ્પિટલમાં આવતા દર્દીઓ ઉપર પડી રહી છે. જેના કારણે દર્દીઓમાં રોષની લાગણી જાેવા મળી રહી છે. એટલું જ નહીં દૂર સુદુર થી આવતા દર્દીઓને ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાય સમયથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને આરોગ્ય સેવાઓ તેમજ સારવાર મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો માટે ઓપીડી નાસમયની મર્યાદા વધારીને રાત્રિના આઠ વાગ્યા સુધી કરી તેનો અમલ કરવા માટેનો પરિપત્ર સરકારી હોસ્પિટલના તબીબ અધિક્ષકોને ને મોકલી આપવામાં આવ્યો હતો. જાેકે રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી ઓપીડી ના સમય મર્યાદા માં વધારો કરતો પરિપત્રનો તબીબો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના વિરોધમાં સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો દ્વારા સરકારી પરિપત્રનો સરેઆમ ઉલ્લંઘન કરીને રાબેતા મુજબ ઓપીડી નો સમય સાંજના પાંચ વાગ્યાનો પૂરો થતા જ તમામ તબીબો પોતાની ચેમ્બરમાંથી નવ દો ગ્યારા થઈ જતા હોવાથી સારવાર અર્થે આવતા દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે.

ગોત્રી હોસ્પિટલમાં તબીબો દ્વારા સરકાર દ્વારા વધારવામાં આવેલા ઓપીડીના સમયનું સરેઆમ ઉલ્લંઘન કરી પોતાના મનસ્વી પણે વર્તતા હોવાથી સારવાર અર્થે આવતા દર્દીઓ તકલીફમાં મુકાઈ રહ્યા છે. જાેકે નર્સિંગ સ્ટાફ તથા કેશ બારી નો સ્ટાફ રાત્રિના આઠ વાગ્યા સુધી ફરજ પર હાજર રહેતા તે તબીબો વગર મતલબ વગરનું હોવાનું કેટલાક જાગૃત નાગરિકોમાં ચર્ચા રહ્યું છે અને સારવાર અર્થે આવતા દર્દીઓમાં રોષની લાગણી જાેવા મળી રહી છે.