28, ડિસેમ્બર 2020
3069 |
લોકસત્તા ડેસ્ક
ખુજલીની સમસ્યા કોઈને પણ થઈ શકે છે. બોડીના ગમે તે પાર્ટ પર ખુજલી આવી શકે છે. જે કોઈ વ્યક્તિને ખુજલીની સમસ્યા થતી હોય તેને સ્કિન પર ચકામા, રેશિઝ કે અન્ય ઘણી બધી સમસ્યાઓ થવા લાગે છે. જો થોડાં દિવસમાં આ સમસ્યાઓ સારી થઈ જાય તો વાંધો નથી પણ જો લાંબા સમય સુધી ખુજલીની સમસ્યા રહે તો ચિંતાની વાત છે. જી હાં, આવી સમસ્યાઓને ઈગ્નોર ન કરવી જોઈએ કારણ કે ખુજલી કેટલીક ગંભીર બીમારીઓનો સંકેત હોઈ શકે છે. જેથી આજે અમે તમને બોડીના કેટલાક ભાગમાં સતત ખંજવાળ આવવા પાછળના કારણો વિશે જણાવીશું. જેની પર ધ્યાન આપવું જરૂરી છે.
આવા કારણોથી બોડીમાં સતત આવે છે ખુજલી
એલર્જી
કેટલીક ખાવાપીવાની વસ્તુઓ, દવાઓ કે પછી સિઝન અને પ્રદૂષણથી એલર્જી થાય છે. જેના કારણે ખુજલીની સમસ્યા થઈ શકે છે.
ઈન્ફેક્શન
પરસેવો, ભેજથી ફંગલ કે બેક્ટેરિયલ ઈન્ફેક્શનને કારણે બોડીમાં ખુજલી થવા લાગે છે.
હોર્મોનલ ચેન્જ
હોર્મોનલ ચેન્જને કારણે સ્કિન ડ્રાય થઈ જાય છે અને તેના કારણે ખુજલી આવવા લાગે છે.
પેરાસાઈટ્સ
પેટમાં થતાં કૃમિ, જૂ જેવા પરજીવી લોહી ચૂસે છે. જેના કારણે સ્કિનમાં રિએક્શન થાય છે અને ખુજલી આવવા લાગે છે.
ડિહાઈડ્રેશન
શરીરમાં પાણીની કમીને કારણે સ્કિન ડ્રાય થઈ જાય છે. જેના કારણે ખુજલી આવે છે.
ઉપચાર
આમળાનો ઠળિયો બાળીને તેને પીસી તેમાં નારિયેળ તેલ મિક્સ કરીને ખંજવાળવાળી જગ્યાએ લગાવો.
ખાટાં દહીંમાં ખુજલી દૂર કરવાના ગુણ હોય છે. ખંજવાળવાળી જગ્યાએ તેને લગાવી 10 મિનિટમાં ધોઈ લો. રાહત મળશે.
નારિયેળ તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને હળવા હાથે ખુજલીવાળી જગ્યાએ માલિશ કરવાથી સારું થઈ જાય છે.
અજમો ખુજલી માટે રામબાણ છે. અજમાને પાણીમાં પીસીને ખુજલીવાળી જગ્યાએ લગાવવાથી આ સમસ્યા જડથી દૂર થાય છે.
જો ખંજવાળ ઘટાડવી હોય તો દિવસમાં બેથી ત્રણ વાર એ ભાગને ચોખ્ખા સાદાં પાણીથી ધોઈને કોરો કરવાનું રાખો. રાતે સૂતી વખતે એન્ટિ-ફંગલ પાઉડર છાંટો.