અફઘાનિસ્તાનથી આવેલા ડ્રગ મામલે મોટો ખુલાસો:ડ્રગ્સની કિંમત 20 હજાર કરોડને પાર થઇ

અમદાવાદ-

ગુજરાતમાંથી DRIને ખૂબજ મોટી સફળતા હાથ લાગી છે. ટેલ્કમ પાઉડરની આડમાં હેરોઇનની હેરાફેરીનો મામલો સામે આવ્યો અને જેમાં હવે આંકડો 20 હજાર કરોડને પણ પાર થઇ ગયો છે. આ મામલે કુલ 5 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને તપાસ તેજ કરવામાં આવી છે. કચ્છની DRI ટીમએ માહિતીના આધારે દરોડા પાડી ડ્રગની હેરાફેરીનું રેકેટ પકડી પાડ્યુ હતુ. જેમાં એક બાદ એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે.

ડીઆરઆઈએ ચેન્નઈમાંથી એક દંપતીની પણ ધરપકડ કરી છે અને જે આયાતકારો છે. સાથો સાથ અન્ય 3 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે અને જેમાં 2 અફઘાનિસ્તાનના લોકો પણ હોવાનું સામે આવી રહ્યું. આ ડ્રગને અફઘાનિસ્તાનના હસન હુસૈન લિમીટેડ કંપની દ્વારા વિજયવાડાની અશી ટ્રેડિંગ કંપનીને મોકલવામાં આવી રહ્યું હતું અને જે ટેલ્કમ પાઉડરની આડમાં આવી રહ્યુ હતું. ડીઆરઆઈએ પેહલા એફએસએલ પાસેથી ખાતરી કર્યા બાદ આગળ તપાસ હાથ ધરી હતી. આ મામલે હાલ દિલ્હી, અમદાવાદ, વિજયવાડા, ચેન્નાઈ, મુદ્રા અને અન્ય જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યાં છે અને જેમાં અન્ય ખુલાસો સામે આવી શકે છે. 15 સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવેલા આ દરોડા હાલ પણ યથાવત છે અને દંપતીના રિમાન્ડ મેળવી કાર્યવાહી કરવામાં આવી રહી છે .આ મામલે હાલ ડીઆરઆઈના અધિકરીઓ કાંઈપણ બોલવા તૈયાર નથી. પરંતુ ચેન્નઈના દંપતીની ધરપકડ કરી 10 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે. હવે આ રેકેટમાં અન્ય કોણ સામેલ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ડ્રગ્સ રેકેટમાં દિલ્હીમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં બે અફઘાનિસ્તાની નાગરીક સામેલ છે. અત્યાર સુધી આ પ્રકરણમાં થયેલી ધરપકડનો આંક 5 પર પહોંચ્યો છે. ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરવામા આવી રહ્યો છે. શનિવારે રાત્રિના સમયે પણ ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે ગુજરાતના દરિયાકાંઠામાંથી 250 કરોડ રૂપિયાનો હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ જથ્થો પણ ઈરાનથી જ ગુજરાતમાં લાવવામા આવી રહ્યો હતો. સુરક્ષા એજન્સીઓ દ્વારા ડ્રગ્સના જથ્થા સાથે 7 ઈરાની નાગરિકોની ધરપકડ કરી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution