દિલ્હી-

લદ્દાખમાં ચીની સેના સાથેની અથડામણ બાદ ભારત ચીનને સબક શીખવાડવા આર્ત્મનિભર બનવાની દિશામાં ઝડપથી પગલાંઓ ભરી રહ્યું છે. પણ ચીન સાથેની આપણી ર્નિભરતા રાતોરાત ઘટી નહીં જાય. અને એ જ કારણ છે કે, ચીન અવારનવાર આ વાતનો ફાયદો ઉઠાવી રહ્યું છે. ભારત ખુબ જ મોટા પાયે દવાઓનું ઉત્પાદન કરે છે, પણ તેના માટે જરૂરી રો મટિરિયલ API અને KSMની આયાત ચીનથી કરવામાં આવે છે.

ચીને આ કી સ્ટાર્ટિંગ મટિરિયલની કિંમતમાં 10-20 ટકાનો વધારો કર્યો છે. જેની સીધી અસર ભારતમાં દવાની કિંમતો પર જાેવા મળી શકે છે. આગામી એક કે બે મહિનાની અંદર જ્યારે KSM નવો જથ્થો આવશે ત્યારે તેની કિંમત વધારે છે , જેના કારણે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધી જશે અને દવાની કિંમત પણ વધારવી પડશે. ઉદ્યોગ જગતનું કહેવું છે કે આ પ્રકારની હરકતો દ્વારા ચીનનો ઉદ્દેશ આર્ત્મનિભર ભારત અભિયાનને ધક્કો પહોંચાડવાનું છે.

ભારત APIનું મોટાપાયે ઈમ્પોર્ટ કરે છે. APIને બેઝિક ફાર્મ ઈન્ગ્રીડિયન્ટ કહેવાય છે. તેની મદદથી દવા તૈયાર થાય છે. એપીઆઈની કિંમત હાલ પ્રી કોવિડ લેવલ પર પહોંચી ચૂકી છે. ભારત જરૂરિયાતનો 70-80 ટકા માલ ચીનથી ઈમ્પોર્ટ કરે છે. KSMની મદદથી ભારતીય કંપનીઓ એન્ટીબોડી મેડિસિન તૈયાર કરવામાં આવે છે. તેની કિંમતમાં વધારો કરવાને કારણે દવાની કિંમતોમાં પણ ઉછાળો આવશે.