વડોદરા, તા.૨૦

વડોદરાના સિંધરોટ ગામ અને આરોપીના ઘરેથી ૭૦૦ કરોડનું એમડી ડ્રગ્સ પકડાવવાનો મામલો સામે આવ્યો હતો જેમાં છ્‌જીની તપાસમાં ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો થયો છે. છ્‌જી મારફતે પાપ્ત માહિતી અનુસાર આરોપીઓએ એમડી ડ્રગ્સનું ઉત્પાદન નિકાસ માટે જ કર્યું હતું

વડોદરાના ડ્રગ્સ કેસમાં છ્‌જીની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ૭૦૦ કરોડનું ૧૪૦ કિલો એમડી ડ્રગ્સ દુબઈ અને ઉત્તર અમેરિકા મોકલવામાં આવ્યું હતું અને ડ્રગ્સ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન મારફતે કન્ટેનરમાં મોકલવામાં આવતું હતું. ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી સલીમ ડોસા હાલમાં દુબઈમાં રહે છે. ડ્રગ્સ કેસમાં આતંકી કનેક્શન હોવાનું પણ છ્‌જીને આશંકા છે.

વડોદરાના સિંઘરોટમાં ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ હતી ત્યારબાદ બીજા દિવસે ગુજરાત છ્‌જીએ સિંધરોટ ગામના ખેતરમાંથી ડ્રગ્સની ફેકટરીની બાજુમાંથી જ ડ્રગ્સની બીજી ફેકટરી પકડી પાડી હતી. જેમાં ડ્રગ્સ અને અંદાજિત ૩૨થી વધુ બેરલ કેમિકલ છ્‌જીની ટીમે જપ્ત કર્યા હતા. સિંધરોટની સીમમાં હાથ ધરેલા ઓપરેશનમાં છ્‌જી, જિલ્લા ર્જીંય્ અને તાલુકા પોલીસની ટીમ જાેડાઈ હતી. સાથે હ્લજીન્ની ટીમ પણ સ્થળ પર તપાસ માટે પહોંચી હતી. આ સાથે છ્‌જીએ અગાઉ ફરાર થયેલા ૨ આરોપીઓની પણ અટકાયત કરી લીધી હતી.

તમને જણાવી દઈએ કે, અગાઉ સિંધરોટની સીમમાં મહીસાગરના કાંઠે આવેલા ખેતરમાં ઊભી કરાયેલી ફેક્ટરીમાં એટીએસે રેડ કરી ૬૩ કિલો ૬૧૩ ગ્રામ એમડી ડ્રગ્સ અને એમડી ડ્રગ્સ બનાવવાનું ૮૦ કિલો જેટલું લિક્વિડ મટિરિયલ કબજે કર્યું હતું. જે કેમિકલની કિંમત પણ કરોડોમાં થાય છે. સાથે જ ડ્રગ્સ બનાવવા માટે વપરાતી સામગ્રી પણ કબજે કરી હતી. એટલે કે આરોપી અન્ય એક યુનિટ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા હોવાનુ પોલીસ માની રહી હતી, સાથે જ ડ્રગ્સ કેસમાં વડોદરા, મુંબઈ અને નડિયાદ બાદ દુબઈનુ નેટવર્ક ખૂલ્યુ હતું. સાથે જ દુબઈથી કેટલા રૂપિયા હવાલા મારફતે આવ્યાની પણ માહિતી મળી હતી.