શિનોર, તા.૧૧

 ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે નર્મદા નદી માં પાણી ની આવકવધતાંનર્મદાનદી બે કાંઠે વહેતી જાેવા મળી છે. સમગ્ર શિનોર પંથકમાં ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી જાેવા મળી છે. ઉલ્લેખનીય છે કે શિનોર પંથકમાં વિતેલા ૨૪ કલાક દરમિયાન વરસેલા ૪૩ મિલીમીટર વરસાદ સાથે ચાલુ ચોમાસાની સિઝનમાં વરસેલા વરસાદનો કુલ આંક ૨૫૭ મિલિમીટર નોંધાયો છે.