જુદીજુદી યુનિ.ની ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડ પકડાયું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ડિસેમ્બર 2021  |   1584

રાજકોટ, રાજકોટથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને વધુ એક સફળતા હાથ લાગી છે. જેમાં અલગ-અલગ વિદેશ અભ્યાસ અને નોકરી અર્થે જનારા લોકોને રૂપીયા ૭૦ હજારથી ૧ લાખ સુધીમાં વિવિધ યુનિવર્સિટીની ડુપ્લીકેટ માર્કશીટ અને ડિગ્રી વેચવાનું કૌભાંડ ઝડપાયું હતું. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક મહિલા સહિત બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ ટોળકીઓ અલગ-અલગ વિદેશ જનાર લોકોને ડુપ્લીકેટ માર્કશીટ વહેંચી હતી. જ્યારે તેમની સાથે અન્ય રાજ્યોના પણ કેટલાક શખ્સો સંકળાયેલા હોવાનું હાલ પોલીસ તપાસમાં ખુલ્યું છે. જેને લઇને રાજકોટ  દ્વારા આ મામલે ઊંડાણપૂર્વકની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, હાલ કોરોના બાદ વિદેશોમાં ઘણા લોકોને ઉચ્ચ અભ્યાસ અને નોકરી માટે વિવિધ બડિગ્રીઓની જરૂર પડતી હોય છે. ત્યારે આવા લોકોને સંપર્ક કરીને આ ટોળકી દ્વારા ઊંચા ભાવે અલગ-અલગ પોસ્ટ ગ્રેજ્યુએટ અને માસ્ટરની ડુપ્લીકેટ ડિગ્રીઓ બનાવીને વેચવામાં આવતી હતી. જ્યારે હજુ સુધી કેટલા લોકો આવી ડુપ્લિકેટ ડિગ્રી લઈને વિદેશમાં ગયા છે તે અંગેની રાજકોટ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આ ડુપ્લીકેટ માર્કશીટ અને ડિગ્રી કૌભાંડ મામલે એક મહિલા સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જેની વધુ પૂછપરછ શરૂ કરાઇ છે. આ અંગે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી ડીસીપી ઝોન ૨ મનોહરસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વિદેશ જવા ઈચ્છુક લોકો કે જે પોસ્ટ ગ્રેજ્યુએટ ન હોય તો તેનો પીઆર સ્કોર ઓછો આવે, આ પીઆઇ સ્કોર વધારવા વિઝા વખતે એપ્લાય કરતી વખતે જાે પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તો પીઆર સ્કોર વધુ આવતો હોય છે. આ માટે આરોપીઓ ડુપ્લીકેટ માર્કશીટ થકી પીજી (પોસ્ટ ગેજ્યુએટ) બનાવવાનું છેલ્લા એકાદ વર્ષથી કૌભાંડ ચલાવતા હતા. આ અંગે પોલીસને જાણ થતાં એસઓજીએ અંદર ખાને છેલ્લા પંદર દિવસથી તપાસ ચાલી રહી હતી, જેમાં આજે રાજકોટમાંથી બોગસ માર્કશીટના બે કૌભાંડ ઝડપાયા છે. પ્રથમ કેસમાં એસઓજીએ સાધુવાસવાણી રોડ પરથી મુખ્ય આરોપી ધર્મિષ્ઠા જેવીન માંકડીયા (પટેલ) (ઉ.વ.૩૫, રહે. રત્નમ એપાર્ટમેન્ટ, રાજકોટ)ને ઝડપી લીધી હતી એમની પાસેથી એમબીએ ફાઈનાન્સના ડિગ્રીના બે સર્ટિફિકેટ મળ્યા છે. બન્ને સર્ટિફિકેટ માલતી કિશોર ભટ્ટ(ઉ.વ.૪૨, રહે ચિત્રકૂટ સોસાયટી, રાજકોટ) અને મૌલિક ધનેશભાઈ (રહે.રાજકોટ)ના નામે હોવાનું ખુલતા પોલીસે આ બંનેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

મુખ્ય આરોપીના વિરુદ્ધમાં મુંબઈમાં પણ ફરિયાદ

પોલીસની તપાસમાં મુખ્ય આરોપી ધર્મિષ્ઠા તેના દિલ્હીના ફેસબુક ફ્રેન્ડ પ્રકાશ યાદવ પાસેથી રૂ.૨૫ હજારમાં સર્ટિફિકેટ મેળવતી હતી તથા ધર્મિષ્ઠાએ એક વ્યક્તિ પાસે સર્ટિફિકેટ બનાવડાવવા ૩૫ હજાર લેતી હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો. તો બીજી બાજુ ધર્મષ્ઠા પટેલ આવા જ પ્રકરણમાં પોલીસ ચોપડે ચડી છે, જેમાં મુંબઈના નાંદેડ તાલુકાના પોલીસ સ્ટેશનમાં પણ ડુપ્લીકેટ માર્કશીટનો ગુન્હો નોંધાયો છે. તો બીજી બાજુ પોલીસે ધર્મિષ્ઠાને પકવા માટે પણ ચક્રોગતિમાન કર્યા છે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution