પેરા સેલિંગ દરમિયાન દોરડું તૂટી જતા દંપતી દરિયામાં ખાબક્યું

દીવ, સંઘપ્રદેશ દીવના પ્રખ્યાત નાગવા બીચ પર રવિવારના રોજ પેરા સેલિંગ દરમિયાન બોટ સાથે બાંધેલું દોરડું તૂટી જતા દંપતી દરિયામાં ખાબક્યું હતું. સદનસીબે જાનહાનિ થતા અટકી હતી. જાે કે, દીવના પ્રખ્યાત બીચ પર ચાલતી વોટર સ્પોર્ટસ એક્ટિવિટીમાં પ્રવાસીઓની સુરક્ષાને લઈ ગંભીર સવાલો ઉઠ્‌યા છે. પેરા સેલિંગ દરમિયાન સર્જાયેલા અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સંઘપ્રદેશ દીવનો નાગવા બીચ પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. અહીં ફરવા આવતા લોકો અહીં ચાલતી વોટર સ્પોર્ટસ એક્ટિવીટની મજા પણ લેતા હોય છે. આજે પણ એક દંપતી અહીં ચાલતા પેરા સેલિંગની મજા લઈ રહ્યું હતું ત્યારે જ અચાનક સ્પીડ બોટ સાથે બલૂનની દોરી તૂટી જતા દંપતી દરિયામાં પટકાયું હતું. બાદમાં બોટ મારફત બંનેને દરિયામાંથી હેમખેમ બહાર કાઢવામા આવ્યા હતા. દીવના પ્રખ્યાત નાગવા બીચ પર પેરા સેલિંગ સમયે સર્જાયેલા અકસ્માતની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. સદનસીબે આ ઘટનામાં જાનહાનિ થતા અટકી છે. પરંતુ, અકસ્માતની ઘટનાને લઈ અહીં ચાલતી વિવિધ સ્પોર્ટસ એક્ટિવિટીને લઈ સવાલો ઉઠ્‌યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution