દિલ્હી-

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સ (સીબીઆઈસી) એ કહ્યું છે કે રૂ. 500 કરોડ અને તેનાથી વધુનું ટર્નઓવર ધરાવતા કારોબારીએ અન્ય વ્યવસાયો સાથેના તમામ સોદા (બી 2 બી ડીલ્સ) માટે કેન્દ્રીય સરકારની વેબસાઇટ પરથી ઇ-ચલણ કાઢવાનું રહેશે. આ કેન્દ્રીયકૃત પોર્ટલ 1 ઓક્ટોબરથી શરૂ થશે.

સીબીઆઈસીએ જીએસટી અંતર્ગત ઇ-ચલનના હાલના ફોર્મને દૂર કરીને સુધારેલા ફોર્મેટને સૂચિત કર્યું છે અને એવા કારોબારીઓની મર્યાદા પણ વધારી દીધી છે જેમણે બી2બી ટ્રાન્ઝેક્શન માટે ઈ-ચલાણ એટલે કે બિલ કાઝવાનું છે. આ સાથે 1 ઓક્ટોબર, 2020 થી 500 કરોડ રૂપિયા અથવા તેનાથી વધુના ટર્નઓવર સાથે જીએસટી રજીસ્ટર્ડ વ્યવસાયોને ઇ-ચાલનનો ઉપયોગ લાગુ થશે. જો કે, આની સાથે, સેઝ યુનિટ્સને ઇ-ચલનની પ્રક્રિયાથી બાકાત રાખવામાં આવે છે. 

ઇ-ચલનનો હેતુ નકલી બીલો દ્વારા જીએસટી ચોરી અટકાવવાનો છે. ઉપરાંત, આ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવશે, કારણ કે કેન્દ્રિય વેબસાઇટ પર ઇન્વોઇસીસ અથવા બિલ પહેલેથી જ ઉપલબ્ધ હશે. સરકારે ગયા વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે 100 કરોડ રૂપિયાના ટર્નઓવરવાળા વ્યવસાયો માટે 1 એપ્રિલ, 2020 થી ઇલેક્ટ્રોનિક બિલ (ઇ-ચલન) ફરજિયાત કરવામાં આવશે. બાદમાં માર્ચ 2020 માં, જીએસટી કાઉન્સિલે 1 ઓક્ટોબર સુધી તેના અમલીકરણની અવધિ વધારી.