વડોદરા

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા વર્ગખંડોનું ઇ-લોકાર્પણ તથા નવીન શાળાઓનું ખાતમૂર્હત કાર્યક્રમ કવિ દુલાકાગ પ્રા. શાળા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં કવિ દુલા કાગ પ્રાથમિક શાળા (અંગ્રેજી માધ્યમ) ના ચાર નવીન વર્ગખંડો, અને માં ભારતી પ્રાથમિક શાળાના છ નવીન વર્ગખંડોનું ઇ-લોકાર્પણ તેમજ મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળા, સયાજીપૂરા તથા કલાલી પ્રાથમિક શાળા ખાતે નવીન શાળા મકાનનું ઇ-ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું. તદુપરાંત એનપીએસએસ વડોદરા એપ દ્વારા વિદ્યાર્થીઓને ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડવાના કાર્યક્રમનું પણ લોંચિંગ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઇંદુ બ્લડ બેંકના ટ્રસ્ટી તથા શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિજય શાહ, ડે.મ્યુ.કમિશનર સુધીર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પ્રાણેશ અજય ઘાડગે- બાલાશ્રી એવોર્ડ વિજેતા તેમજ રાષ્ટ્રીય કક્ષાના ખો ખો સ્પર્ધક અને કવિ દુલા કાગ પ્રાથમિક શાળાના પૂર્વ વિદ્યાર્થી કમલેશ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલ, ઉપાધ્યક્ષ નલિન ઠાકર, શાસનાધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ, મહામંત્રી , સભ્યો તથા વોર્ડના કોર્પોરેટરોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સમિતિના અધ્યક્ષ દિલીપસિંહ દ્વારા ઉપસ્થિત મહેમાનોનુ સ્વાગત કરાયું હતું. તેઓએ જણાવ્યુ કે ચાલુ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે પણ ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાથી શિક્ષણ સમિતિની શાળાઓમા પ્રવેશ મેળવેલ છે. મુખ્ય મહેમાન પ્રાણેશે અને કમલેશે કવિ દુલા કાગ પ્રાથમિક શાળા (અંગ્રેજી માધ્યમ) ના ૪ નવીન વર્ગખંડો, અને માં ભારતી પ્રાથમિક શાળાના ૬ નવીન વર્ગખંડોનું ઇ-લોકાર્પણ તેમજ મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળા, સયાજીપૂરા તથા કલાલી પ્રાથમિક શાળા ખાતે નવીન શાળા મકાનનું ઇ-ખાતમૂર્હત કરવામાં આવ્યુંહતું.