ફળમા તમારા બધા ફળોની તુલનામા સૌથી વધુ ફાયદાકારક ગુણધર્મો છે પરંતુ, શુ તમને ખ્યાલ છે કે, આ ફળના બીજ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે. જો તમે આ પપૈયાના બીજનુ યોગ્ય રીતે સેવન કરશો, તો તમારા શરીરમાથી અનેકવિધ સમસ્યાઓ જડમૂળમાથી દૂર થઈ જશે.

લાભ :

આ ઉપરાંત તમે પપૈયાના બીજનો ઉપયોગ કરીને દાંત સાથે સંકળાયેલ સમસ્યાઓમાંથી પણ મુક્તિ મેળવી શકો છો. નિયમિત પપૈયાના બીજને ક્રશ કરી તેની પેસ્ટ તૈયાર કરી અને તેને નિરંતર પાંચ દિવસ સુધી દાંત પર લગાવો તો તમારા દાંત પર લાગેલ તમામ જંતુઓ દૂર થાય છે અને તમારા દાંત સ્વચ્છ અને મજબુત બને છે.

નિયમિત સવારે એક ચમચી પપૈયાના બીજ ભૂખ્યા પેટે સેવન કરવામા આવે તો તેનાથી તમારુ લીવર મજબૂત બને છે. તમારા યકૃતને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે પપૈયુ અને તેના બીજનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થાય છે.